જખૌના દરિયામાં માછીમારી કરી રહેલા દેવભૂમિ દ્વારકાના ૩૮ વર્ષીય યુવાન માછીમારનું મોત નીપજયું હતું. દરિયામાં ખેંચ ઉપડતા જાદવા જીવા વાળા (કોળી) ને મોત આંબી ગયું હતું. જખૌના દરિયામાં ૧૧ નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહેલ કોળી યુવાનને ખેંચની બીમારી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.