Skip to content
અમદાવાદથી ગાંધીધામ આવા ટ્રકમાંથી ર . ૭૭ લાખના ડ્રાયફૂટ સહિતનો મુદ્દામાલ ચોરાયો હતો . અમદાવાદના ટ્રાન્સપોર્ટર રાકેશ કાશીનાથ સૂર્યવંશીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે , ટ્રક નં . જીજે ૯વી ૭૯૦૭ ગાંધીધામ જઈ રહી હતી ત્યારે સુરેન્દ્રનગરના બજાણા નજીક ટ્રકની તાલપત્રી કાપી ચોરી થઈ હતી . તસ્કરોએ ચાલકની નજર ચુકવી તાલપત્રી કાપી રૂ . ર . ૭૭ લાખની કિંમતના ડ્રાયફુટ , કાચની બંગડી , ગુટખાની ચોરી કરતા બજાણા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે