અંજાર શહેરમાં આગામી તા.૨૩મી ઓક્ટો-૨૦૨૫ સુધી દિવાળીના તહેવાર નિમિત્તે વાહન વ્યવહારના નિયમન માટે જાહેરનામું જારી કરાયું

આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના ફોર વ્હીલર વાહનો સાથે ૧૨ મીટર રોડ પર અવર-જવર કરતા હોઈ તથા આડેધડ પાર્કિંગ કરતા હોઈ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વણસવા પામે છે. જેથી ટ્રાફિક નિયમન કરવું જરુરી જણાય છે.

કચ્છ-ભુજ અધિક જિલ્લા મેજિસ્ટ્રટશ્રી ડી.પી.ચૌહાણ એ પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) અન્વયે ફરમાવેલ કે, અંજાર શહેરમાં તા.૨૩/૧૦/૨૦૨૫ સુધી સવારના કલાક ૦૮.૦૦થી રાત્રીના કલાક ૨૪.૦૦ સુધી ફોર વ્હીલર-વાહનો અંજાર શહેરના ગુડ્ડી સર્કલથી ગંગાનાકા ગેટ સુધીનો ૧૨ મીટર રોડ ગુડ્ડી સર્કલથી ગંગાનાકા જવા માટે વાયા સવાસર નાકા તથા વાયા વરસામેડી નાકાવાળા રસ્તાઓનો ઉપયોગ થઇ શકશે તેમ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.

        સરકારી ફરજપરના વાહનો, ફાયર ફાઈટર પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ-ગાંધીધામ અધિકૃત કરે તેવા વાહનોને જાહેરનામું લાગુ પડશે નહીં.