કચ્છમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય ગુલાબસિંહ જાડેજાના સન્માનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની બાદબાકી- જુથબંધીને પ્રદેશનેતાઓનું સમર્થન?

કચ્છ કોગ્રેસ અને જુથ્થબંધી એ કોઇ નવી વાત નથી. અનેકવાર કોગ્રેસમાં આંતરીક જુથ્થબંધીએ ચરમસીમાં વટાવી છે. પરંતુ ભુજમાં આયોજીત એક કાર્યક્રમે ફરી કોગ્રેસમાં જુથબંધીની વાતને મજબુત સમર્થન આપ્યુ છે. કાર્યક્રમ થરાદના નવા ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ જાડેજાને નવાજવાનો હતો પરંતુ ફરી યુથ કોગ્રેસના આ કાર્યક્રમમા જીલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત અનેક મોટામાથાની ગેરહાજરી હતી. કચ્છ જિલ્લા યુથ કોગ્રેસના પ્રમુખ હરિસિંહ જાડેજાએ જીલ્લાના અનેક નેતાઓ અને જિલ્લા પ્રમુખને કાર્યક્રમમાં આવવા માટે આમત્રંણજ આપ્યુ ન હતુ. તો સુત્રોના મતે કાર્યક્રમમાં પ્રમુખ અને તેમના નજીકના સમર્થકો ન પહોચે તે માટે ખુદ જિલ્લા પ્રમુખે પ્રયત્નો કર્યા હતા. જો કે યુથ કોગ્રેસના પ્રમુખ અને તેમની ટીમના નજીકના ટેકેદારો અને વર્તમાન કોગ્રેસ જીલ્લા પ્રમુખ વચ્ચેની લડાઇ જુની છે. થોડા સમય પહેલાજ ગુલાબસિંહ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલના આભારનો એક કાર્યક્રમ ભુજમાં આયોજીત કરાયો હતો. જેમાં પણ જીલ્લા પ્રમુખની બેનર અને કાર્યક્રમમા ગેરહાજરી હતી. તો અનેક કોગ્રેસી કાર્યક્રરોએ અભીવાદન કાર્યક્રમમાં જવાનુ ટાળ્યુ હતુ. મામલો પ્રદેશમાં પણ પહોચ્યો હતો. પરંતુ કાઇ થયુ નહી તો થોડા સમય પહેલાજ હરિસિંહ જાડેજા અને અન્ય યુથ કોગ્રેસના આગેવાનોએ ફેસબુક પર પક્ષપ્રમુખ યજુવેદ્ર્સિંહ વિરૂધ્ધ જાહેરમાં વિરોધ કરતી પોસ્ટ પણ મુકી હતી. જો કે પ્રદેશે મામલાને ગંભીરતાથી લઇ હરિસિંહ જાડેજાનો ખુલાસો પણ પુછ્યો હતો. પરંતુ આજે ફરી શિસ્ત અનુશાસન અને એકતામાં રહેવાના પાર્ટીના આદેશને અવગણી યુથ કોગ્રેસે ગુલાબસિંહનુ અભિવાદન કાર્યક્રમ આયોજીત કરી જુથબંધીને ફરી સમર્થન આપ્યુ હતુ.