વાકાનેરના લુણસરિયા નજીક કાર પલટી મારી જતા બે ના મોત ત્રણની હાલત ગભીર

વાકાનેરના લુણસરિયા નજીક કોઈ કારણોસર કાર પલટી મારી જતા તેમાં સવાર 5 માંથી બે લોકોના મોત થયા હતા જ્યારે 3 લોકો ને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેઆજ વર્ષ 2019 ની છેલ્લી રાત તો બધા નવા વર્ષ ને વિદાય કરી નવા વર્ષ ને આવકરવા મશગુલ હોય ત્યારે પણ હજુ યમરાજ આ મજા બગાડી છે જેમાં મળતી વિગત મુજબ વાકાનેર ના લુણસરિયા નજીકથી gk 1 kc 7525 નંબર ની કાર પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ચાલક કાબુ ગુમાવતા લગભગ 5 વખત જેટલી પલટી મારી ગઈ હતી કારમાં 5 લોકો સવાર હતા જેમાંથી 2 લોકોના મોત થયા હતા અને 3 લોકો ને ગભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં વાકાનેર સીટી પોલીસ ના પી.આઈ એચ.એન.રાઠોડ સહિત ની ટિમ દોડી ગઈ હતી અને કાર ક્યાં કારણોસર પલટી મારી તેમજ મૃતક અને ઇજાગ્રસ્તોને ઓળખ મેળવા તજવીજ હાથ ધરી હતી તો સુત્રોમાંથી મળતી વિગત મુજબ અકસ્માત નજીક સ્થળ થી બિયર ટીન પણ મળી આવ્યા હતા તે અંગે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે