ભચાઉ પાસે ૧.૩૭ લાખનો દારૂ ઝડપાયો

stock-photo-poznan-poland-may-whiskey-is-the-most-popular-liquor-in-the-world-originated-probably-425312113

કચ્છમાં હાઇવે હોટલો ઉપર અને તેની આજુબાજુ દારૂ અને ડ્રગ્સ વેચવાનું દુષણ વધી રહ્યું છે. સ્ટેટ પોલીસના મોનિટરિંગ સેલે દરોડો પાડીને ભચાઉ ગાંધીધામ હાઇવે ઉપર સાગર હોટલની પાછળ બાવળની ઝાડીઓમાંથી દારૂ અને બિયરનો રૂ. ૧,૩૭.૬૦૦ નો જથ્થો જપ્ત કર્યો હતો. મૂળ ભચાઉના હર્ષદ ઠક્કરની આ હોટલ લખવિંદરસિંધ અજિતસિંદ્ય જાટ ઉર્ફે લખો પંજાબી ચલાવતો હતો. દારૂ, બિયરનો આ જથ્થો પોતે મંગાવ્યો હોવાની કબૂલાત લખા પંજાબીએ કરી છે. આ દરોડો એસએમસી ટીમના પીએસઆઇ રવિરાજસિંહ એ. જાડેજા અને પોલીસ સ્ટાફે પાડ્યો હતો. આ દરોડાને પગલે પૂર્વ કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ છે.