કચ્છમાં ચાલતા રણોત્સવે સૃથાનિક વેપારી – કારીગર વર્ગને બીજી દિવાળી જેવી રોનક બક્ષી છે પરંતુ બે માસમાં ૧ લાખાથી વધુ ઉમટેલા પ્રવાસીઓના ઘોડાપુર થકી સરકારની તિજોરી પણ છલકાઈ ગઈ છે. અત્યારસુાધી સરકારને પ્રવાસીઓ થકી ૬૨ લાખાથી વધુની આવક થવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ ૧ નવેમ્બરાથી રણોત્સવ શરૃ થયો છે ત્યારે અત્યારસુાધી ૩૧ ડિેસેમ્બર સુાધીનો સમયગાળા દરમિયાન ૧ લાખાથી વધુ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. નવેમ્બરમાં જ્યારે રણોત્સવ શરૃ થયો ત્યારે સફેદરણમાં પાણ ભરાયેલા હોવાથી ટુરીસ્ટો પુર્ણરીતે નજારો માણી શકતા ન હતા જોકે છેલ્લા બે સપ્તાહાથી રણના પાણી સુકાઈ ગયા બાદ સફેદચાદર જોવા મળી રહી હોવાથી પ્રવાસીઓનો ઉત્સાહ બેવડાયો હતો. ૧ નવેમ્બરાથી ૨૬ ડીસેમ્બર સુાધી ૭૭ હજાર પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા હતા. જ્યારે તે બાદના ૫ દિવસમાં ૨૫ હજારાથી વધુ ટુરીસ્ટો ૩૧ ડિસેમ્બરને વિદાય અને નવા વર્ષને આવકારવા સફેદરણમાં પહોંચ્યા હતા. સફેદરણને માણવા માટ સરકાર દ્વારા મોટેરાઓના રૃ.૧૦૦ તાથા બાળકોના રૃ.૫૦ લેવાતા હોવાથી અત્યારસુાધી સરકારની તિજોરીમાં ૬૩ લાખાથી વધુની આવક થઈ ગઈ છે. નાતાલાથી નવા વર્ષના સપ્તાહમાં ટુરીસ્ટોનો પ્રવાહ બેવડાયો હતો જેાથી આ દિવસો દરમિયાન હોટલ, ભુજની બજારો, રણોત્સવખાતેની હાટબજારના ધંધાર્થીઓને પણ તડાકો પડી ગયો હતો. વેપારી-ધંધાર્થીઓ માટે બીજી દિવાળી હોય તેવો માહોલ સર્જાયો હતો. આ અંગે પ્રાંત અિધકારીએ જણાવ્યું હતું કે, આગામી મકરસંક્રાતિનો તહેવાર આવતો હોવાથી ટુરીસ્ટોની સંખ્યા વાધશે. ફીની આવકમાંથી સફેદરણનો વિકાસ કરાશે તેવું ઉમેર્યું હતું.