મહા અને વાયુ વાવાઝોડાના કારણે ખેતીવાડીને નુકશાન ગયું છે પરંતુ આ વરસે પહેલીવાર માછીમારીની સીઝન પણ ફેલ જતા માછીમારીમાં દુકાળ જેવી પરિસિૃથતી સર્જાઈ છે અને વાવાઝોડાના કારણે માછલીઓએ પોતાની રહેવાનીજગ્યા બદલી નાખી છે. આવી સમસ્યાના કારણે ૭૦ ટકાની ફિશ એક સપોર્ટમાં ખોટ આવી છે. માછીમારોને કોઈ ધંધા ન મળ્યો અને વળતર તો ઠીક ખર્ચા પણ કાઢી નાથી શકતા. જિલ્લાના જખૌ વિસ્તારમાં આંતરજિલ્લાથી માછીમારો વ્યવસાય આૃર્થે આવે છે ઓગષ્ટ મહિનાથી ડિસેમ્બર સુાધી માછીમારીની સિઝન દરમિયાન જિલ્લા સહિત રાજ્યભરમાંથી સાગર ખેડુઓ આ બંદરે આવે છે. પરંતુ વાવાઝોડાના કારણે માછીમારી પ્રવૃતિ હાથ ન ધરાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઓગષ્ટાથી નવે. ચાર માસ દરમિયાન તેઓ બારેમાસની કમાણી કરી લેતા હોય છે. પરંતુ આ વરેસે ખર્ચા કાઢવા પણ મુશ્કેલ બનશે એવું સૃથાનિકો જણાવી રહ્યા છે. જખૌ બંદરે માછીમાર બોટ એસો.ના પ્રમુખ અબ્દુલશા પીરઝાદાના કહ્યા મુજબ પહેલા વાવાઝોડા અને હવે તીવ્ર ઠંડીના કારણે માછલીઓ ઉંડા પાણીમાં ઉતરી જાય છે. તેમને હુંફાળુ વાતાવરણ જોઈએ છે. આ વિસ્તારમાં મુખ્યત્વે પાપલેટ, લોબસ્ટર, જીંગા, સોલ્ટીશ જાતની માછલીઓ જોવા મળે છે. જખૌ બંદરે માછીમારી કરતા માછીમારોના કહેવા મુજબ ખેતીમાં પાકને નુકશાન થતા સરકાર ખેડૂતોને સહાય આવે છે. એ રીતે આ વરસે માછીમારોની સીઝન ફેઈલ જતા આની અસર માછીમારી સહિતના સંકડાયેલા વ્યવસાયોને અસર કરશે તો સરકાર માછીમારો માટે સહાયની જાહેરાત કરે એવી માંગણી કરાઈ છે.