હળવદ વન્ય રેન્જ દ્વારા ૬ ટીમ બનાવી બે દિવસ સુાધી કચ્છના નાના રણમા પક્ષી ની ગણતરી કરવામાં આવી હતી. શિયાળાના ચાર મહિના ગાળવા સાઈબેરીયા,યુરોપ અને લદાખાથી મોટી સંખ્યામાં પક્ષીઓ નાના રણમાં આવતા હોય છે, જેની સંખ્યા પાંચ વર્ષમાં વાધીને એક લાખને પાર પહોંચી છે.આમ તો એક દેશાથી બીજા દેશમાં જવા માટે વ્યક્તિને પાસપોર્ટ વિઝા સહિતની અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છે પરંતુ દર વર્ષે કચ્છના નાના રણમાં શિયાળાના ચાર મહિના ગાળવા સાઈબેરીયા,યુરોપ સહિતના દેશમાંથી મોટી સંખ્યામાં પક્ષીઓ મુક્ત મને રણમાં ચાર મહિના રોકાયા બાદ માર્ચમાં પાછા જતા રહેતા હોય છે આ વિદેશી પક્ષીઓને ન તો કોઈ દેશના સીમાડા નડતા હોય છે કે નહીં તો કોઈ પ્રોસેસમાંથી પસાર થવું પડતું હોય છેદર વર્ષે શિયાળાના ચાર મહિના હજારો કિ.મી દૂરાથી વિદેશી નયન રમ્ય પક્ષીઓ રણમાં પડાવ નાખતા હોય છે તેાથી વનવિભાગની હળવદ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ટી.એન ડઢાણીયા સહિતનાઓ દ્વારા જુદી જુદી છ ટીમો બનાવી બે દિવસ સુાધી રણ વિસ્તારમાં પક્ષીઓની ગણતરી કરી હતી. બે દિવસ સુાધી રણમાં જે જગ્યા ઉપર પાણી ભરાયું છે. ત્યાં તેમજ રણની આજુબાજુના તળાવ નદી કાંઠા સહિતના વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર પાંચ વર્ષે પક્ષીઓની ગણતરી કરવામાં આવતી હોય છે જેમાં ગઈ વખતે કરાયેલી ગણતરીમાં ૯૯૭૨૪ પક્ષીઓ નોંધાયા હતા ,આ વખતે તેમાં એક લાખને પાર પહોંચી ગયો છે.