સામાન્ય રીતે વેકેશનમાં કે લગ્નની સીઝન દરમિયાન કચ્છને જોડતી ટ્રેનોમાં ટિકિટમાં તકલીફ રહે છે. રણોત્સવના કારણે અને કચ્છના ઔદ્યોગિક વિકાસના પગલે કચ્છબાર વસતા ન માત્ર કચ્છીઓ કે ભારતીયો પરંતુ વિદેશીઓને પણ બારેમાસ કચ્છ પરિભ્રમણ કરવા આવતા રહે છે. જેના કારણે આગામી ફેબુ્રઆરી માસ સુાધી ટિકિટોમાં વેઈટીંગ છે. ત્યારે કચ્છમાં ગેરકાયદેસર એજન્ટો દ્વારા ટિકિટોનું વેંચાણ પ્રમાણ વધ્યું છે. બારેમાસ ચાંદી રહેતા આ વ્યવસાયમાં કાયદેસરના એજન્ટ તરીકેની માન્યતા અમુક એજન્ટો પાસે જ છે જ્યારે ગેરકાયદેસર એજન્ટોની સંખ્યા મોંઘવારીના ફુગાવાની જેમ ફુટી રહી છે. જેના કારણે ટિકિટ બારી ઉપરાથી ટિકિટ મેળવવી સામાન્ય ઉતારૃઓ માટે મુશ્કેલ બનતું જાય છે. ઉપરાંત ઈન્ટરનેટ પર પણ કન્ફોર્મ ટિકિટ મળતી નાથી. ગેરકાયદેસર ટિકિટોનું વેંચાણ વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યું હોવાથી લોકોની રાવના પગલે ભુતકાળમાં રેલવે પ્રોકટશન ફોર્સની વિજિલન્સ શાખા દ્વારા દરોડો પાડી આવા લેભાગુ એજન્ટોને પકડાયાના બનાવો પણ ચમક્યા છે. સામાન્ય રીતે સરહદી આ જિલ્લો મુખ્યત્વે એસ.ટી., ખાનગી ટ્રાવેલ્સ કે અન્ય વાહનોને આાધારિત છે. ભૂકંપ બાદ ઔદ્યોગિક વિકાસ થતા પરપ્રાંતિયોની સંખ્યા કચ્છમાં સૃથાનિકે હોવાના કારણે રેલવે વ્યવહારનું પ્રમાણ વાધતા કચ્છને જોડતી મુંબઈ ઉપરાંત અન્ય રાજ્યોનો પણ ટ્રેન વ્યવહારનો વ્યાપ વધ્યો છે. કચ્છને મુંબઈાથી જોડતી ગાડીઓમાં આગામી બે માસ સુાધી વેઈટીંગ ટિકિટ છે. ત્યારે કન્ફોર્મ ટિકીટ મેળવી પ્રવાસ કરવાની લાલચમાં મુસાફરો એક ટિકિટ પાછળ એક હજારાથી ૧૫૦૦ રૃા. વધુ આપીને કન્ફોર્મ ટિકિટ ખરીદે છે. જેનો લાભ આવા તક સાધુ એજન્ટો લેતા હોવાનું પણ સૃથાનિક લોકો જણાવી રહ્યા છે. આ બાબતે વધુ મળતી માહિતી મુજબ રેલવે સુવિાધા ઉપલબૃધ નાથી તેવા નખત્રાણા, મુંદરા, માંડવી સહિતના છેવાડાના વિસ્તારોમાં પણ લેભાગુ એજન્ટો બિન્દાસ ઓફિસ ખોલી ધીકતો ધંધો કરી રહ્યા છે.