ગાંધીધામ જૈન સોશ્યલ ગ્રુપને રાજ્ય સ્તરે સર્વશ્રેષ્ઠ એવોર્ડ

જૈન સોસ્યલ ગ્રુપ અંતરરાષ્ટ્રીય ફેડેરેશનનું પ્રાંત કક્ષાનું ક્ષેત્રીય અધિવેશન ગાંધીધામ ખાતે યોજવામાં આવ્યું હતું આ ક્ષેત્રીય અધિવેશનમાં ગુજરાત ના ૩૪ થી વધરે જે. એસ. જી. ગ્રુપો અને 12 સંગીની ગ્રુપોને વર્ષ દરમિયાન એમના કરેલા સારા કાર્યો માટે એવાર્ડ આપવામાં આવ્યા હતા. રાજ્ય સ્તરે આયોજિત આ એવાર્ડ સમારોહમાં ગાંધીધામ ગ્રુપ છવાઈ ગયુ હતુ. જૈન સોશ્યલ ગ્રુપ ગાંધીધામને એમના સારા સેવાકીય કાર્યો , મનોરંજક કાર્યક્રમો અને મૈત્રી ભાવ માટે પ્રાંતના સર્વશ્રેષ્ઠ ગ્રુપથી સમ્માનિત કરવામાં આવ્યા હતા તે સાથે ગ્રુપના પ્રમુખ મુકેશ પારેખને એમની બેહતરીન નેતૃત્વ ક્ષમતા માટે પ્રાંતના સર્વશ્રેષ્ઠ પ્રમુખ અને સચિવ અમિત જૈનને પ્રાંતના શ્રેષ્ઠ સચિવનો એવાર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.સંપૂર્ણ કચ્છ સૌરાષ્ટ્ર રીજનમાં પોતાની આગવી શૈલી માટે પ્રખ્યાત ગાંધીધામના પ્રસિદ્ધ સર્જન અને કચ્છ સૌરાષ્ટ્ર પ્રાંતના વાઈસ ચેયરમેન ડો . ચેતન વોરાને એમના સર્વશ્રેષ્ઠ યોગદાન માટે એપ્રીશીયેસન એવાર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે છાપ છોડનાર ગાંધીધામના રાજેશ શાહને સર્વશ્રેષ્ઠ પથ પ્રદર્શન અને ઉત્સાહ વર્ધન માટે એવાર્ડ આપવામાં આવ્યો હતો.જે. એસ. જી. વેલ્ફરે સોસાયટીના કોષાધ્યક્ષ કિરણ મેહતા ને બેહતરીન કાર્ય અને વોઈસ ઓફ જે એસ. જી. ના અંતરરાષ્ટ્રીય નિર્દેશક મીનેશ શાહને બેસ્ટ સપોર્ટ એવાર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સત્રમાં કુલ ૧૮૦ સભ્યોના સમાવેશ સાથે ગાંધીધામ જે. એસ. જી. એ બેસ્ટ મેમ્બેરશીપ ગ્રોથ એવાર્ડ પણ મેળવ્યો હતો. તે સાથે ગાંધીધામ ગ્રુપની સંપૂર્ણ કારોબારી સમિતિને સર્વશ્રેષ્ઠ સમિતિ જાહેર કરાતા તમામ કમિટી સભ્યોને સ્વર્ણ ચંદ્રક પહેરાવીને સમ્માનિત કરવામાં આવ્યા હતા ગાંધીધામ જૈન સમાજના પ્રમુખ ચંપાલાલ પારેખ, મારવાડી યુવા મંચના પ્રમુખ જીતેન્દ્ર જી શેઠિયા , રોટરી ક્લબ પ્રમુખ જગદીશ જી નાહટા , જીતો પ્રમુખ મહેશભાઈ પૂજ , જીતો લેડીજ વિંગ પ્રમુખ ભૈરવી જૈન સહીત કઈ સંસ્થાઓ કે પદાધીકારીયોને જૈન સોશ્યલ ગ્રુપ ગાંધીધામને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પ્રેષિત કરી છે . ગત વર્ષ પણ જૈન સોસ્યલ ગ્રુપ ગાંધીધામ ને પ્રાંત અને અંતરરાષ્ટ્રીય સ્તર પર સર્વશ્રેષ્ઠ હોવાનો બિરુદ મળ્યો હતો.