મોટા ઇનામની લાલચ આપી યુવાન પાસે 5 હજાર પડાવાયા

ગુરૂવારે એક દિવસમાં ઓનલાઇન છેતરપિંડીની પાંચ ફરીયાદ પોલીસ ચોપડે ચડ્યા બાદ શુક્રવારે વધુ એક ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે દાખલ કરાઇ છે. જેમાં પેટીએમ કસ્ટમરકેરમાંથી આવેલા ફોનમાં યુવાનને બાઇક, ફ્રિઝ, એસી જેવા મોટા ઇનામોની લાલચ આપી તેના પાસેથી ઓનલાઇન ટ્રાન્જેક્શન કરાવી 5,200 પડાવી લીધા હોવાનું ફરિયાદમાં યુવાને જણાવ્યું છે.વોર્ડ નંબર-7 ગુરૂકુળ વિસ્તારમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં સેફ્ટી એન્જિનિયર તરીકે ફરજ બજાવતા 28 વર્ષીય રવિભાઇ દિપકભાઇ શર્મા ગત 26/12 ના ઓનલાઇન શોપિંગ માટે પેટીએમમાં સર્ચ કરી રહ્યા હતા ત્યારે પેટીએમના કસ્ટમર કેરના 8334026777 અને 8334025160 નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને તમે રૂ.5,000 ની ખરીદી કરશો તો પેટીએમ તરફથી એસી, ફ્રીઝ જેવી કોઇ પણ એક વસ્તુ ઇનામ આપવામાં આવશે તેવી વાત કરતાં સાઇડ ઓપન કરી પ્રોડક્ટ નક્કી કરી ખરીદી કરવાનું કહેતાં તેમણે ડેલીશ કંપનીની રૂ.5 હજારની સૂટકેશ ખરીદીનું જણાવ્યા બાદ તેમણે એક બેંક એકાઉન્ટનો નંબર આપી આઇએફસી કોડ પણ આપ્યો હતો. ત્યારબાદ તમારૂં કુપન નંબર ીકી 40 છે. તે પછી સાઇટ સર્ચ કરીને જોયું તો ખોટું હોવાનું જાણવા મળ્યું હતું. પેટીએમમાંથી મેઇલ આવ્યો, ફોન પણ આવ્યો અને એમ પણ જણાવ્યું કે તમારી પ્રોડક્ટ આવી જશે પણ ન આવતાં રૂ.5,200 પડાવી લઇ છેતરપિંડી કરી હોવાનું લાગતાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.