ગાંધીધામના મોલમાં ખરીદી કરવા ગયેલા યુવાને બહાર પાર્ક કરેલું રૂ.15,000 ની કિંમતનું બાઇક ચોરી થયું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. અંજાર ગંગોત્રી-2 માં રહેતા અને કંડલા પોર્ટમાં ખલાસી તરીકે નોકરી કરતા 45 વર્ષીય વિજયભાઇ નૌતમલાલ જેઠવા ગત તા.22/12 ના પોતાનું રૂ.15,000 ની કિંમતનું જીજે-12-એબી-6726 નંબરનું બાઇક લઇ ગાંધીધામ રિલાયન્સ સર્કલ પાસે આવેલા મોલમાં બાઇક પાર્ક કરી ખરીદી કરવા ગયા હતા. ખરીદી પતાવ્યા બાદ બહાર આવીને જોયું તો તેમની બાઇક ગૂમ થઇ હોવાની જાણ થયા બાદ પહેલાં જાતે શોધખોળ કરી હતી પણ આજ દિવસ સુધી ભાળ ન મળતાં આ બાબતે પોલીસ ફરીયાદ નોંધાવી છે.