ગૌહત્યાનું કતલખાનું ઝડપી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેvજ ગુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ (ભુજનાઓ તથા બાથબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ ગેર કાયદેસર રીતે થતા ગૌવંશ પશુ કતલાના કેસો શોધી કાઢવા માટે આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ, ભુજ શહેર બી ડીવી પો.સ્ટેના પો.ઈ શ્રી આર.એન.ખાંટ ના સ્ટાફના માણસોને આપેલ સુચના મુજબ આજરોજ પો.હેડ.કોન્સ શીવરાજસિંહ રાણા તથા પો.કોન્સ બિલેશ ચૌધરી નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત મુજબ શમનગરી ભુજીયા રીંગરોડ કેમ્પ વિસ્તારમાં રહેતી ફરીદાબહેન અબ્દુલ જુણેજા તથા તેનો દિકરો તથા તેના મિત્રો ભુજના રખડતા પશુઓ પકડી લઈ જઈ પોતાના ઘરે પરીવારના સભ્યો તથા તેમના મિત્રોની મદદથી ગૌવંશની ગેરકાયદેસર કતલ કરી તેના માંસનું વેચાણ કરતા હોવાની સચોટ બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યા રામનગરી ભુજીયા રીંગરોડ કેમ્પ વિસ્તારમાં ફરીદાબહેન જુણેજાના ઘરે રેઈડ કરતા રેઈડ દરથાન આરોપી (૧) ઈમરાન ઈબ્રાહીમ મમણ રહે.ભુતેશ્વર ભુજ તથા (૨) ફરીદાબહેન અબ્દુલ જુણેજ રહે.રામનગરી કેમ્પ એરીયા ભુજ વાળાઓ બન્ને નાશી ગયેલ અને (૩) યુસુફ ઉર્ફ જુસબ સુલેમાન સુમાર મમણ રહે.ભીડનાકા બહાર દાદુપીર રોડ ભુજ તથા (૪) કાયદાના સંધર્ષમાં આવેલ બાળક
ઉપરોકત બન્ને સ્થળ પર હાજર મળી આવેલા જે સ્થળ પરથી એક કતલ કરેલ વાછરડ તથા ગૌવંશની કતલ કરવાના સાધનો કબજે કરવામાં આવેલ છે.તથા કતલ કરવા બાંધી રાખેલ ગૌવંશ વાછરડા નંગ -૦૧ ને બચાવી લઈ ભુજ પાંજરાપોળ મોકલી આપવામાં આવેલ છે. આ બાબતે ભુજ શહેર બી ડીવી પો.સ્ટે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.