આદિપુરમાં જ્વેલર્સ સાથે પ.૩૦ લાખની ઠગાઈ આચરાતા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવાઈ છે. અંતરજાળના રહેવાસી પીયુષ અમૃતલાલ સોનીની દુકાને સામાવાળા ઈસમોએ સોનાની ખરીદી કરી રોકડ રૃપિયા આપ્યા હતા તેમજ એડવાન્સ પેટે બેંક ઓફ ઈન્ડિયા આદિપુરનો ચેક બંધ એકાઉન્ટનો આપી બદદાનતાથી લલચાવી દાગીનાની ખરીદી કરી હતી. તેઓ પાસેાથી સોનાની ચેઈન કિંમત રૃા.૭પ૦૦૦, બીજી ચેઈન કિંમત રૃા.૪૧૭૦૦, સોનાની વીંટી, ગીલેટ પટ્ટો સહિત પ,૩પ,૧પ૧ની ખરીદી કરી હતી. જે તે વખતે આ બનાવમાં ચેક જમા કરાવાતા તેમાં રૃપિયા ન હતા. અવારનવાર માંગણી કરવા છતાં રૃપિયા ન અપાતા અંતે આ બનાવમાં અભીષેક દિપક ગુસાઈ, દિવ્યાબેન, કરશનભાઈ માલી, દિપક જયેશપુરી ગુસાઈ સામે આદિપુર પોલીસ માથકે ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ૧૧/૩/ર૦૧૯ના સમયગાળા દરમિયાન બનવા પામ્યો હતો.