એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે કચ્છમાં લાખોનો ઈંગ્લીશ દારૃ એકયા બીજી રીતે ઘુસાડાઈ રહ્યો છે. ભચાઉ દુાધઈ હાઈવે પર રૃ.રપ લાખની કિંમતનો ઈંગ્લીશ દારૃ ઝડપાયો છે.પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આાધારે દુાધઈાથી અમરસર તરફ જતા સીંગલ પટ્ટીના રોડ પર રાજસૃથાન પાર્સિંગની ટ્રક નંબર આરજે ૧૦ જીબી રપર૩ને ચેક કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૃની બોટલ નં.૭રર૪ કિંમત રૃા.રપ,૮૮,૪૦૦ની મળી આવી હતી. ટ્રક સહિત રૃા.૪૦,૩૩,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હોવાનો પીઆઈ ડી.વી.રાણાએ જણાવ્યું હતું. આ દરોડા દરમિયાન ચાલક પોલીસને જોઈને નાસી છુટયો હતો. તમામ મુદ્દામાલ ભચાઉ પોલીસ માથકે લઈ જવાયો હતો. પ્રોહીબીશનની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ આરોપી ઝડપાયા બાદ મુદ્દામાલ ક્યાંથી આવ્યો હતો અને કોને મંગાવ્યો હતો તેની હકીકતો બહાર આવશે. હજુ થોડા દિવસો પૂર્વે જ ૧૮ લાખની કિંમતનો દારૃ ઝડપાયો હતો.