20/01/2020 ના રોજ માંઘાતા ફાઉન્ડેશન સંચાલિત અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આદર્શ વિધાર્થી ભવન” હોસ્ટેલનુ ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું , જેમાં ઉપસ્થિત રહેલા સાધુ સંતો મા ભારતી આશ્રમ સરખેજ થી ઋષીભારતી બાપુ, સતરંગ જગ્યા ના મહંતશ્રી પ.પૂ.હરીરામ બાપુ તથા અન્ય સાધુ સંતો હાજર રહ્યા હતા.શ્રી રાજેશભાઈ ગોહેલ ધારાસભ્ય શ્રી ધંધુકા, શ્રી ૠત્વિકભાઈ મકવાણા ધારાસભ્ય શ્રી ચોટીલા ,પુર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઈ મેર (મુખ્ય દાતાશ્રી) ,શ્રી કાળુભાઈ ડાભી ગુ.રા.કોળી સમાજ પ્રમુખશ્રી , માંધાતા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ -પૂર્વે ધારાસભ્યશ્રી રણછોડભાઈ મેર ,ડી.ડી સાકરીયા ઊપ.પ્રમુખ શ્રી તમામ ટ્રસ્ટી ગણ અને ધંધુકા, ધોલેરા ,બરવાળા તથા રાણપુર તાલુકાના સમાજ ના આગેવાનો અને સમાજ બંધુઓ હાજર હતા.પૂજ્ય. સંતોશ્રી એ આશીર્વચન આપતા સમાજ એકરૂપ થઈ વાદવિવાદ છોડી શિક્ષણ ના કામમાં બધા સહયોગ કરે.માંધાતા ફાઉન્ડેશન ધંધુકા ના મંત્રી શ્રી વિક્રમભાઈ ખાંટ સાહેબે સુંદર સંચાલન કરી સૌને આવકારી આભાર વ્યક્ત કયૉ હતો.