રાપર તાલુકાના માખેલ અને પ્લાસવા વચ્ચે માતેલા સાંઢની માફક દોડી રહેલા ટેન્કર એ 18 ઘેંટા અને માલધારીની અડફેટે લેતા ઘટના સ્થળ પર જ માલધારી નું મૃત્યુ નીપજ્યું હતું અને 18 ઘેટાઓના પણ ભોગ લેવાયો હતો.પોલીસમાંથી મળતી વિગતો મુજબ પલાસવાના ૫૧ વર્ષીય માલધારી અરજણભાઈ સિંધાભાઈ ભરવાડ સવારે પોતાના ઘેટા બકરા લઈને આડેસર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટેન્કર નંબર આરજે 09 જીબી 4044 ના ચાલેકે બેદરકારી રીતે ટ્રેલર ચલાવીને 18 ઘેટાને લીધા હતા અને માલધારી ને પણ હડફેટે લેતાં ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું અને 18 ઘેટાઓ ના સ્થળ ઉપર જ મોત થયા હતા પોલીસે આ અંગે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.