ભચાઉ તાલુકાના વોંધ નજીક ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી રામદેવપીર મંદિર પાસેની હોટલમાંથી ટ્રેલર રિવર્સ લેતા આ દુર્ઘટના સર્જાઈ હતી વીજળીનો તાર કન્ટેનરમાં અડી જતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ કન્ટેનરમાં જીરું-અજમો ભરેલો હોય કન્ટેનરમાં આગ લાગવાથી સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો જો કે ભચાઉ નગરપાલિકાના અગ્નિશમન દળ એ સ્થળ ઉપર પહોંચીને કન્ટેનરમાં લાગેલી આગ બુઝાવી દીધી હતી સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી