મુંદરાના પરિવાર સાથે પુત્ર અને પુત્રવધૂએ કરી ૬.૧૩ લાખના ઘરેણાની ઠગાઇ

મુંદરા ખાતે પરિવારના દાગીના રૂપિયાની જરૂરત ઊભી થતાં ગિરવે મૂકી આવ્યા પછી રૂા .૬.૧૩ લાખની કિમતના આ ઘરેણા પરત ન લાવી પુત્ર અને પુત્રવધૂએ છેતરપિંડી – વિશ્વાસઘાત ક્યનો મામલો પોલીસ દફતરે ચડયો છે . મુંદરામાં ખારવા શેરી ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા મનસુખભાઇ લાલજીભાઈ માલમ ( ખારવા ) એ આ પ્રકરણમાં તેમના પુત્ર હિરેન અને પુત્રવધૂ વૈભવી સામે આજે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો . ફરિયાદમાં જણાવાયા અનુસાર હિરેન અને વેભવીએ મૈત્રીકરાર કરેલા છે . તેઓ બન્ને એકાદ મહિનો પરિવાર સાથે રહ્યા બાદ હાલે માંડવી રહે છે . દરમ્યાન ઘરમાંથી બાટમાંથી રૂા  ૬.૧૩ લાખના દાગીના લીધા બાદ તેને ગિરવે મૂકીને આજ દિન સુધી પરત ન લાવી તેમણે ઠગાઇ કર્યાનું લખાવાયું છે .