રાપર તાલુકાના કુંભારિયામાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રૂપિયા ૨૫ હજારની માલમતાની ચોરી કરીને લઇ ગયા હતા. આડેસર પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે કુંભારીયામાં રહેતા ચકુભાઈ કરશનભાઇ ચાવડા (ઉ.વ.૬૨) નાના ભાઇના ઘરે પ્રસંગમાં ગયા હતા. ત્યારે પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી અંદરથી રોકડા રૂપિયા ૪૦૦૦ ચાંદની ચુડ, સહીત ૧૨ હજારની ચોરી કરીને લઇ ગયા હતા. તસ્કરોએ અન્ય ઘરને નિશાન બનાવ્યું હતું, બાજુમાં રહેતા ચકુભાઈ ચાવડાના ભત્રીજા વહુના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નાગલબેન રામાભાઇ ચાવડાના મકાનમાંથી રોકડા રૂપિયા ૮૦૦૦ એક જોડી પાયલ સહિત કુલ ૧૩ હજારની માલમતા ચોરી કરીને લઇ ગયા હતા બંને ઘરોમાંથી તસ્કરો કુલ ૨૫ હજાર રૂપિયાની માલમતાની ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા આ અંગે મકાનમાલિકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.