નંદગામ નજીકથી ૩૦.૪૫ લાખના દારૂના જથ્થા સાથે એલસીબીએ બે શખ્સોને પકડી પાડયા

ભચાઉ થી વરસાણા ત્રણ રસ્તા નંદ ગામ નજીક પેટ્રોલ પંપ પાસેથી પૂર્વ કચ્છ એલસીબીએ પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને ૩૦ લાખ ૪૫ હજારની કિંમતના દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડયા હતા દારૂનો જથ્થો ચોખા ની આડ માં લઈ આવવામાં આવ્યો હતો એલસીબીએ ટ્રેલર ચોખા સહિત ૫૯ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી શરૂ કરી છે. પુર્વ કચ્છ એલસીબી વિગતો આપતા જણાવ્યું હતું કે, ભચાઉથી વરસાણા ત્રણ રસ્તા નંદગામ નજીક પૂર્વ બાતમીના આધારે રાજસ્થાન પાર્સિંગ નંબર આરજે. ૨૩ જીબી. ૫૭૪૫ રોકી તલાસી લેતા રૂપિયા ૮,૫૨,૫૦૦ની કિંમતના ૩૪૧ બોરી બાસમતી ચોખાની નીચે રૂપિયા ૩૦ લાખ ૪૫ હજારની કિંમતનો ૭૨૫ પેટીમાં ૮૭૦૦ બોટલ અંગ્રેજી દારૂ મળી આવતા આરોપી સુખેન્દ્રસિંહ સાતબીરસિંહ જાટ (ઉ.વ.૨૩) (રહે. ગુઢાણ રોહતક હરિયાણા) અને આરોપી રાજેન્દ્ર લિછમણારામ બિશ્નોઇ (ઉ.વ.૨૬) (રહે. શેઢોકીધાણિ શીકર રાજસ્થાન) ને પકડી પાડયા હતા. એલસીબીએ ટ્રેલર સહિત કુલ રૂપિયા ૫૯,૦૬,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે ગુનો નોંધીને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારની તપાસ શરૂ કરાઇ છે એલસીબી તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ સામે ભચાઉ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.