ભચાઉ નગરપાલિકાની સામાન્ય સભામાં કરોડોના વિકાસ કામોને સર્વાનુમતે બહાલી

ભચાઉ નગરપાલિકા ના યુવા પ્રમુખ શ્રી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા ની અદયક્ષતા માં ભચાઉ નગરપાલિકા ની સામાન્ય સભા યોજાઈ હતી, સામાન્ય સભામાં શહેર ના વિકાસ બાબતે અગત્યના નિર્ણયો  તેમજ ગ્રાંન્ટો માં થી શહેર ને આગવી ઓળખ આપવાનો આયામ શરુ કરવા ખાસ નિર્ણયો લેવામાં આવેલ હતા. આજે યોજાયેલી આ સામાન્ય સભા ના વિષય અનુસાર ગત સામાન્ય સભાની નોંધ ને સૌ એ સાથે મળી બહાલી આપી હતી તો નગરપાલિકા ના માસીક હિસાબો અને રોજબરોજનના ખર્ચ ના હિસોબો ને સર્વાનુમતે બહાલી આપી ને, આયોજન મંડળ ની વિવેકાધિન નગરપાલિકા ગ્રાન્ટ વર્ષ ૨૦૨૦ – ૨૧ માં થી નગરપાલિકા ની જાહેર આરોગ્ય શાખા માટે શબવાહિની ખરીદી સાથે ભચાઉ શહેરની સરકારી બીલ્ડીંગો અને નગરપાલિકા કચેરી માં વરસાદી પાણી ને સાચવવા માટે ના આયામ ને પણ અહી મંજુરી આપવામાં આવી છે, તો ભચાઉ શહેર ની સરકારી શાળાઓ અને નગરપાલિકા ના શોપીંગ સેન્ટરોમાં પણ વોટર હાર્વસ્ટીંગ ના કામો ને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સરકાર શ્રી ની સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના – યુ ડી પી ૮૮ ની વર્ષ ૨૦૨૦ – ૨૧ ની ગ્રાન્ટ અંતર્ગત બચત ગ્રાન્ટ માં થી મોર્ડન સ્કુલ સામે, જૈન બોર્ડીગ પાસે આવેલ રેમીડેશન સાઇટ પર રૂ. બે કરોડ ના ખર્ચે ભચાઉ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ક્રિકેટ પ્રેમી લોકો માટે વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા ના કામને સર્વાનુમતે બહાલી મળતાં સમગ્ર ભચાઉ શહેર અને તાલુકા ને એક નમુને દાર અને અધિક્રુત કહેવાય એવુ પ્રથમ સ્ટેડિયમ મળશે તો રૂપીયા વીસ લાખ ના ખર્ચે ચાર રસ્તા થી રેલવે સ્ટેશન અને ત્યાંથી તાલુકા પંચાયત સુધી ના રીંગરોડ ને વિકસાવવા માટે પણ અહી પુરી ચીંતા કરવામાં આવી છે અને કામ સર્વાનુમતે પસાર થઈ ગયેલ છે, તો ૨૦૦૧ ના ખોફનાક ભુકંપ માં સ્વર્ગવાસી થયેલા પુણ્ય આત્માઓ ની યાદમાં “પુણ્ય સ્મૃતિ વન” વિકસાવવા નુ કામ મંજુર કરી યુવા પ્રમુખ કુલદીપસિંહજી જાડેજા દ્વારા શહેરના દિવગંત આત્માઓ ને અન્નન્ય શ્રદધાંજલી અર્પણ કરવામાં આવી છે. તો જી ઈબી થી પ્રાંત ઓફીસ થી મુખ્ય માર્ગ ને જોડતા રીંગરોડ પર સ્ટ્રીટ લાઇટ પોલ સાથે નાખવા જેવા, કામ થી લઈને જી ઈ બી પાસે આવેલા સર્કલ ને રીનોવેશન કરી દેશ ભક્તિ ની આહલેક જગાવતુ જય જવાન સર્કલ બનાવવા ના કામ ને પણ સર્વે સભ્યો એ બહાલી આપી હતી, મનોરંજન કર ની ગ્રાન્ટ માંથી રૂ ૪૨, ૦૦૦૦૦ લાખના ખર્ચે શહેર માં અલગ અલગ જગ્યાએ સાત સાંસ્કૃતિક હોલથી શહેર ના કલા જગત ને પ્રોત્સાહિત કરવા માં આવ્યુ છે, તો વાદીનગર માં બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલ ની બાઉન્ડ્રી, રાજબાઈ માતાજી ના મંદિર સુધી રોડ બનાવવા ના કામ સાથે સરકાર શ્રી ના ચૌદમા નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી શહેર ની અલગ અલગ જગ્યાએ, “ઓકશિજન બેંક” અને વૃક્ષારોપણ સાથે વોકિંગપાર્ક વિકસાવવા ના કામ અને નવાગામની સામેના ભાગે ગાર્ડન વિકસાવવા ના કામ સાથે શહેરમાં આવેલા નેશનલ હાઇવે પર ના મુખ્ય બસ મથક પાસે તેમજ બી એસ એન એલ ના સામે આવેલા ઓવરબ્રીજ ની નિચેની જગ્યાએ પણ સર્કલ વિકસાવવા ના કામો ને બહાલી આપી ભચાઉ નગરપાલિકા દ્વારા શહેર ની ઓળખ ને વધુ ઉંચાઈઓ પર લઈ જવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. તો ધ્રાગા રોડ પર શહેર ના વહેપારી ગડાપરિવાર દ્વારા બનાવવામાં આવેલ બગીચા માં રમત ગમત ના સાધનો રૂ ૩,૦૦૦૦૦ લાખના ખર્ચે નાખવામાં આવશે તો રૂ ત્રણલાખ ના ખર્ચે શ્રીમતિ એચ ડી ડી કન્યા વિદ્યાલય માં જીમના સાધનો અને ત્રણ લાખ ના ખર્ચે ગણેશટીંબી ખાતે પણ રમત ગમત ના સાધનો સાથે ટોયલેટ બ્લોક બનાવવા અને નગરપાલિકા કચેરી આગળ નો બગીચો વિકસાવવા નુ કામ પણ અહીં સર્વાનુમતે બહાલી પામ્યુ હતુ. સમગ્ર શહેર ની વેદના ને વાચા આપતુ “પુણ્ય સ્મૃતિ વન” કરગરીયા ધામ ખાતે રૂ પાંત્રીસ લાખ ના ખર્ચે નીર્માણ કરવા નો નિર્ણય પણ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો, રૂ બે કરોડ પંચોતેર લાખ ના ખર્ચે નગરપાલિકા ટાઉન હોલનુ રિનોવેશન કામ સર્વસંમતિ સાથે મંજુર કરવામાં આવ્યુ હતું તો આગામી વસ્તી ગણતરી ૨૦૨૧ અંતર્ગત સરકાર શ્રી ની સુચના અનુસાર વસ્તી ગણતરી અંગેના પ્રથમ તબક્કે રાષ્ટ્ર ના આ મહાન કાર્ય માં લોક જાગૃતિ સાથે પ્રેરણાત્મક સહકાર મળે તથા આ કાર્ય સરળતા સાથે પાર પડે તે માટે શહેરના તમામ વોર્ડ કાઉન્સિલરો દ્વારા સહકાર સાથે સહયોગ આપવા હાકલ કરવામાં આવી હતી, તો શહેરમાં વસવાટ કરતા આર્મીમેનો તથા વિરગતી પામેલા શહિદો ના પરિવાર ને વેરામાફી આપવા નો શૌર્યવંતો નિર્ણય અહી યુવા પ્રમુખ કુલદીપસિંહજી જાડેજા દ્વારા લેવામાં આવ્યો હતો, તો શહેર ની તમામ આંગણવાડી ના કુપોષણ યુક્ત બાળકો ને દતક લઈ ને શહેર ને કુપોષણ મુક્ત બનાવવા નો મહત્વનો નિર્ણય લઇ અહી આ યુવા પ્રમુખ દ્વારા પોતાની સંવેદનશીલતા નો પરિચય કરાવ્યો હતો, આંગણવાડી માટે જગ્યાઓ નક્કી કરવાનો પણ નિર્ણય લેવાયો હતો, ટેકનોલોજી ના યુગમાં ડીઝીટલ એડવટાઈઝમેન્ટ માટે બોર્ડ લગાવવા ની મંજુરી આપવાનુ કામ પણ બહાલ થયુ હતું, ભચાઉ વિકાસ વિસ્તાર મંડળ દ્વારા બનાવવામાં આવેલા કરગરીયા પાસેના બગીચા ને નગરપાલિકા હસ્તક લેવા અને માનસરોવર નગર માં બગીચો બનાવવા ના કામ સર્વાનુમતે બહાલી પામ્યાં હતાં, મચ્છરના ઉપદ્રવ ને અટકાવવા માટે મશીન સાથે પોર્ટેબલ ફોગીંગ મશીન ખરીદી માટે પણ નિર્ણય લેવાયો છે, તો રામવાડી વિસ્તાર ની તમામ શેરીઓ અને વિકસીત બગીચા ઓ ના નામ દેશ ની આઝાદી માટે પોતાનુ બલીદાન આપનાર ક્રાંતિકારી શહિદો ના નામ આપવાનુ ઠરાવવામાં આવ્યુ હતું. સામાન્ય સભા હોલ ને ચાણક્ય કક્ષ અને કોન્ફરન્સ હોલ ને નેતાજી સુભાષચંદ્ર બોઝ પરિષદ કેન્દ્ર નામ આપવા તથા ઓપન એર થીયેટર ને કેશવ રંગમંચ નામ આપવા નો ઠરાવ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતો , શહેર ને ટેક્નોલોજી નો પરિચય કરાવતા શીશી ટીવી કેમેરા ના નેટવર્કને વિસ્તૃત કરી જરુરીયાત મુજબ ૬૪ વધુ કેમેરા થી સજ્જ કરવા નો નિર્ણય લઇ શહેર ની સુરક્ષા બાબતે યુવા પ્રમુખ દ્વારા અગત્યનો નિર્ણય લેવાયો હતો, આમ આજની આ સામાન્ય સભા ભચાઉ વાસીઓ માટે વિવિધ કામોના ઉપહાર સાથે ભચાઉ નગરપાલિકા ના યુવા પ્રમુખ કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા એ વિશેષ બનાવી દિધી હતી આ તકે સામાન્ય સભામાં નગરપાલિકા ના ઉપાધ્યક્ષ ભરતભાઇ કાવત્રા, કારોબારી ચેરમેન વિમળાબેન શામળીયા, શાશક પક્ષના નેતા પ્રવિણદાન ગઢવી, કાઉન્સિલરો સર્વ શ્રી ભરતસિંહ જાડેજા, વનરાજસિંહ ઝાલા, ઉર્મિલાબેન કાવત્રા, શાંતાબેન પ્રજાપતિ, કરમશીભાઈ ચૌહાણ, કલાવતીબેન જોષી, ચંદ્રેશ રાવરીયા, ઈલાબેન શાહ, શુશીલાબેન ઠક્કર, દમયંતીબેન પ્રજાપતિ, શેરઅલી સૈયદ, કુંવરબેન કોલી, સારાબેન કુંભાર, સરતણભાઈ રબારી, ગફુરભાઈ કુંભાર, તથા કોગ્રેસ ના એક માત્ર. સલમાબેન સીદી એ હાજર રહી આ વિકાસ કાર્યો ના શાક્ષી બન્યા હતા.