નલિયામાં પારો ગગડીને ૬.૨ થયો : લોકો ગરમ વસ્ત્રમાં રહ્યા
અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરીવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પારો ૧૦થી ૧૧ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજે પ્રમાણમાં વધુ ઠંડી નોંધાઈ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ૩થી ચાર ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, ઠંડીના પ્રમાણમાં વધુ ઘટાડો થશે. આજે અમદાવાદમાં પારો ૧૨.૪, ગાંધીનગરમાં ૧૨ અને ડિગ્રીમાં ૧૧.૮ રહ્યો હતો. કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં ન આવી હોવા છતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સવારમાં ઠંડા પવનો ફુંકાયા હતા. નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. અહીં પારો ૬.૨ સુધી નીચે પહોંચી ગયો છે. ડિસામાં પણ લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડિગ્રી રહ્યું છે. રાજકોટમાં પારો ૧૨.૮ ડિગ્રી રહ્યો છે. ગુજરાતભરમાં ફરી એકવાર ઠંડા પવનોથી સવારમાં જનજીવન ઉપર અસર થઇ રહી છે. અમદાવાદમાં આજે પારો ૧૨.૪ રહ્યા બાદ આવતીકાલે સ્થિતિમાં સુધારો થઇ શકે છે. લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી રહી શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો આજે ૧૦થી ૧૪ વચ્ચે રહ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના સકંજામાં આવી ગયા છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધી શકે છે અને પારો ૧૪ ડિગ્રી રહેશે. ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો હાલમાં અનુભવાઈ રહ્યો છે. ધુમ્મસની ચાદર પણ અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે. અમદાવાદમાં લોકો હજુ પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, હાલમાં દક્ષિણ પૂર્વના પવનો નીચી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેશે અને વાદળછાયુ વાતાવરણ રહેશે નહીં. અમદાવાદ, તા. ૮ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરીવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આજે નલિયા ઠંડુગાર રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૬.૨ ડિગ્રી રહ્યું હતું જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પારો ૧૦થી ૧૧ ડિગ્રી વચ્ચે રહ્યો હતો.
અમદાવાદ…………………………………………… ૧૨.૪
ડિસા…………………………………………………… ૧૧.૮
ગાંધીનગર……………………………………………… ૧૨
વીવીનગર…………………………………………… ૧૩.૨
વડોદરા………………………………………………. ૧૩.૨
સુરત………………………………………………….. ૧૮.૪
રાજકોટ………………………………………………. ૧૨.૮
સુરેન્દ્રનગર………………………………………….. ૧૨.૫
મહુવા…………………………………………………. ૧૫.૩
ભુજ……………………………………………………. ૧૧.૪
નલિયા………………………………………………….. ૬.૨
કંડલા એરપોર્ટ……………………………………… ૧૦.૯
પોરબંદર…………………………………………….. ૧૫.૩