માંડવીની મહિલા પર દુષ્કર્મ આચરી કરાઈ ધાકધમકી

માંડવીના ૩૮ વર્ષીય મહિલા પર છરીની અણીએ બબ્બે વખત દુષ્કર્મ આચરી ધાકધમકી કરાયાની પોલીસ ફરિયાદ માંડવી પોલીસ દતફરે નોંધાઈ હતી.માંડવી પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભોગ બનનાર મહીલા પૂર્વે બેટ દ્વારકાનો આરોપી અબ્દુલ મામધ શેખ માંડવી કામધંધા અર્થે આવેલ ત્યારે ભોગ બનનાર મહિલા તેની વિધવા માતા સાથે રહી ભોજનાલય ચલાવતી હતી અને આરોપી ત્યાં જમવા આવતો હોઈ વિશ્વાસ કરી રૂમ ભાડે રખેલ. તે દરમિયાન આરોપીએ એકલતાનો લાભ લઈ છરી બતાવી બબ્બેવાર દુષ્કર્મ આચરેલ તેમજ ધાકધમકી આપેલ હોવાનું જણાવ્યું હતું. પો.દફતરે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ-૩૭૬, પ૦૪, પ૦ર (ર) અને જીપીએક્ટ ૧૩પ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યાનું જાણવા મળ્યું હતું.