BREAKING NEWS : ભુજ શહેર માં મહેરઅલી ચોક માથી ૧૫ દિવસનું જન્મેલું જીવીત બાળક મળી આવ્યું

ભુજ શહેર મહેરઅલી ચોકથી પંચમુખા હનુમાન શેરી થઇ પીઠાવાળી શેરી સ્કુલ નજીકની એક બંધ લાકડાની કેબીન ઉપરથી ૧૫ દિવસ પહેલાં જન્મેલું બાળક (બાબો-પુત્ર) રડતું જોઈ એ વિસ્તારનાં જાગૃત નાગરિકો જય અમરીશભાઇ ગોર, હાર્દિક હીરાલાલ સૈયા તથા નયન ડી. ઠક્કરે માનવજ્યોત સંસ્થાને જાણ કરતા સંસ્થાનાં પ્રબોધ મુનવર, રફીક બાવા, ડ્રાઇવર રાજુ જોગી ભીડગેટથી બનાવ સ્થળે એમ્બ્યુલન્સ સાથે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે બાળકને માત્ર દસ મિનિટ પહેલા જ કોઇક મુકી ગયું હતું. બાળકને તુરત જ જનરલ હોસ્પીટલે પહોંચાડતા બાળક બચી ગયેલ. ફરજ પરનાં તબિબોએ તેને સ્વસ્થ જાહેર કરેલ. આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે પ્રબોધ મુનવરે જાણ કરી અજાણી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શહેર પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ બાય કરણ વાઘેલા – ભુજ