સારા અને સત્કાર્યો ની નોંધ ક્યારેક કોઈ ગરીબ ના જીવનપથ ને પ્રકાશિત કરવામાં ઉપયોગી બને ત્યારે આ વાત સાર્થક થતી લાગે છે, ભચાઉ નગરપાલિકા ના યુવા પ્રમુખ કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજા પોતાની અનેક જન સેવાઓ થી આમ કચ્છી પ્રજાને હૈયે ચડેલુ નામ છે, એ વાત આજે ભુજ તાલુકાના લાખોંદ ગામના દેવાભાઈ ગાભાભાઈ મહેશ્ચરી નામના એક વયોવૃદ્ધ દાદા એ સાબિત કરી હતી.દેવાભાઈ ગાભાભાઈ મહેશ્ચરી લાખોંદ ગામે છુટક મજુરી કરી પરિવાર નુ પેટીયુ રળતા આ ગરીબ ને ડાયાબીટીસે એવો ભરડો લીધો કે પગ કપાવવા માટે મજબુર થવુ પડ્યુ, મજુરી બંધ થઈ પણ સ્વમાની માણસ દરેક જગ્યાએ હાથ લાંબો કેમ કરવો એવી અવઢવ વચ્ચે, ભચાઉ માં શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા પરિવાર દ્વારા યોજવામાં આવેલ સમુહ લગ્ન યાદ આવ્યા અને પોતાની સમસ્યા નો હલ્લ પણ જાણે કે મળી ગયો હોય એમ દેવાભાઈ ની સવારી સીદધી ભચાઉ નગરપાલિકા ના પ્રાંગણમાં પહોંચેછે, જ્યાં કુલદીપસિંહજી ને મળી પોતાની વિતક શંભળાવે છે, અને આશા લઈ ને આવેલા જૈફ ને કુલદીપસિંહજી એ પ્રથમ તો એમની પગની તકલીફ જોઈ ટ્રાસાકિલ આપીને આ વૃદધ ની કાખઘોડી થી રાહત આપવા સાથે એમને રાસન અને હા લાખોંદ થી લાવેલી રિક્ષા નુ ભાડુ આપી જ્યારે જરૂર પડે ત્યારે યાદ કરવાનુ વચન લઈ દેવાભાઈ ને વિદાય આપી હતી. સારા કાર્યો ની સૌરભ તો ગમે ત્યાં પ્રસરે એ વાત અહી સાચી ઠરવા સાથે સેવા ને સીમાડા નથી નડતા એ બાબત બન્ની વિસ્તાર ની ગૌ સેવા બાદ આજે અહી દેવાભાઈ ને મદદ કરવા બાબતે પણ કુલદીપસિંહજી એ સાચી ઠેરવીને નગરપાલિકા ના પ્રાંગણ ને ગરીબ ના આર્શીવાદ થી પાવન કર્યુ હતું.