કચ્છના પ્રવેશદ્વાર સામખયારી મધ્યે સર્વે જ્ઞાતિ માટે યોજાયો નેત્રયજ્ઞ ની સાથે મહા મેડિકલ કેમ્પ

કચ્છના પ્રવેશદ્વાર સામખયારી મધ્યે પ. પુ. શ્રી રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ તથા શ્રી સામખીયારી લોહાણા મહાજન ના પુનિત સેવા સહકાર અને માં હોસ્પિટલ અને માં મેડિકલ ના સૌજન્યથી દોઢ વર્ષ પહેલા સામખીયારી ના વેપારી અગ્રણી ધનસુખભાઇ ઠક્કર ના બહોળો મિત્ર વર્તુળ ધરાવતા જુવાન પુત્ર વિવેક રાચ્છ ઉમર વર્સ ૨૨ નું એક એક્સીડન્ટ દરમિયાન અવસાન થયેલ હતું જેનો ઘેરો આઘાત સમગ્ર વાગડ સાથે પુરા કચ્છમાં જોવા મળેલ અને તે આઘાતમાંથી આજે પણ આ વેપારી પરિવાર બહાર નથી નીકળી શક્યો પણ મક્કમ મનોબળ અને સેવાકીય વિચારો ધરાવતા ધનસુખભાઇ એ વિચાર કર્યો કે આમનેઆમ રોતા રહેવું તેના કરતાં કાંઈક એવું કરું કે નાના છોકરા ને સારી ધંધાની લાઇન પણ મળી જાય અને સેવાકિય પ્રવૃત્તિ પણ થાય તેવી ઉમદા ભાવના સાથે તેઓએ  સામખીયારી મધ્યે માં હોસ્પિટલ સરૂ કરી સરૂઆતથીજ તેમણે પ્રસૃતિ ના નોર્મલ દર સાથે સાથે “બેટી બચાવો બેટી વધાવો” અભિયાન શરૂ કરેલ છે અનેજો પ્રસૃતિ દરમિયાન જો દિકરી નો જન્મ થાય તો તેમની માં મેડિકલ દ્વારા દવામાં પણ ૧૦% ની રાહત આપવા ની સાથે હાલમાંજ ગુજરાત સરકાર દ્વારા નવી બહાર પાડેલી યોજના જેમાં દિકરીને રૂ. ૧,૦૦,૦૦૦ ની સહાય મળેછે તેના ફોર્મ નિ :શુલ્ક ભરી આપવામાં આવે છે. અને  હોસ્પિટલ ચાલુ કરતાની સાથેજ માં હોસ્પિટલ અને માં મેડિકલ ના સૌજન્યથી રાખેલા કેમ્પમાં  સામખીયારી તથા આજુબાજુના ગામના લોકોએ આ નેત્રનીદાન મહાયજ્ઞ નો લાભ લીધો હતો, નેત્રમણી કેમ્પ માં ૨૦૬ દર્દીઓને તપાસવા માં આવેલ જેમાં ૪૭ દર્દીઓને મોતીયાના ઓપરેશન ની જરૂરિયાત જણાયેલ જેમાંથી ૩૧ દર્દીઓ ઓપરેશન કરાવવા માટે તૈયાર થતાં તેમને રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ મધ્યે મોકલવામાં આવેલ હતા તથા ધનસુખભાઇ ની માં હોસ્પિટલ માં સેવા આપતા સેવાભાવી ડો. નેહલબેન એલ. આહિર દ્વારા ૧૨ ગાયનેક દર્દીઓ તથા ૧૦ જનરલ દર્દીઓને નિ:શુલ્ક તપાસી સેવા આપેલ તો માં મેડિકલ માંથી નીલ ઠક્કર દ્વારા દર્દીઓને રાહતદરે દવાઓ આપવામાં આવેલ હતી, કેમ્પનું દિપ પ્રાગટય સંધ્યાગીરી બાપુ આશ્રમના મહંત શ્રી પરમ પુજ્ય પ્રકાશાનંદગીરી બાપુ ગુરુ ભગવત ગીરીજી તથા ઠક્કર પરિવાર ના મીનાબેન રાચ્છ દ્વારા કરવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા માટે સામખીયારી લોહાણા મહાજન ના પ્રમુખ ધીરજલાલ કારીઆ, રમેશ પિતામ્બર ગંધા, દિનેશ હેમરાજ ગંધા, ભાવેશભાઇ રાજદે તથા અંજારના મનસુખભાઇ ગણાત્રા (નિવૃત નાયબ મામલતદાર), મહેન્દ્રભાઇ કોટક (મંત્રી અંજાર લોહાણા મહાજન), રાજેશભાઇ સોમેશ્વર તથા હિરાલાલભાઇ (લક્કી) વગેરેએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પ ની વિવિધ અગ્રણીઓ જીલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા, સરપંચ સતીબેન લાખાભાઇ બાળા, ઉપસરપંચ અમીનભાઇ રાઉમા, માજી સરપંચ ચનાભાઇ બાળા, કેડીસીસી બેંક ના ચેરમેન જનકસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા, તાલુકા પંચાયત સદસ્ય હરીભાઇ હેઠવાડીયા વિગેરે અગ્રણીઓએ હાજર રહી ધનસુખભાઇ ઠક્કર દ્વારા સામખીયારીની સાથે સાથે આજુબાજુના વિસ્તારમાટે કરાતી સેવાકિય પ્રવૃત્તિ ને બિરદાવી પીઠ થાબડી હતી.