મમુઆરા નજીક ડમ્પર તાડપત્રી લેવા ચડેલા યુવાનને વીજશોક લાગતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પધ્ધર પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ મમુઆરા નજીક આવેલી કંપની પાસે ડમ્પર નંબર જીજે 16 એક્સ ૭૦૧૦ ઉપર સચિન ચમનલાલ હડિયા ઉંમર વર્ષ ૨૭ રહે વિડી તા. અંજાર ચડી ને તાડપત્રી લેવા ગયા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનો તાર અડી જતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.