ગાંધીધામ આરોગ્ય વિભાગે કોરોના વાયરસને લઈને ખાનગી તબીબો સાથે મંથન કર્યું

ગાંધીધામમાં આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી તબીબો સાથે કોરોના વાઈરસને લઈને મંથન કરવામાં આવ્યું હતું અને આ વાયરસ થી બચવા માટેની એડવાઇઝરી પણ આપી હતી નોવેલ કોરોના વાયરસ આઉટબ્રેક, તૈયારી અને સાવચેતી અંગે નો ખાનગી અને સરકારી ડૉક્ટરો નો એક વર્કશોપ હોટલ રમાડા, ગાંધીધામ ખાતે યોજવામાં આવ્યો.કોરોના વાયરસ ને વૈશ્ર્વિક કટોકટી જાહેર કરાતાં આ ખતરનાક વાયરસ આપણા દેશમાં ના ઘૂસી જાય તે માટે સરકાર ની સાથે લોકો એ પણ જાગૃત થવું જરૂરી છે.આ રોગનો મૃત્યુ દર ચીનના આકડા મુજબ 2.2% છે,એટલે ખોટો ડર કે ગભરાવવાની જરૂર નથી.રમાડા હોટલ ખાતે આયોજિત કાર્યક્રમ ની શરૂઆત ડૉ કમલેશ ઉપાધ્યાય,ડૉ પ્રેમકુમાર કન્નર, ડૉ રમેશ શ્રીમાળી, ડૉ ભાવિક ખત્રી,ડૉ દિનેશ સુતરીયા અને ડૉ મુનિરા ગજ્જર દ્વારા દિપ પ્રાગટ્ય થી કરાઈ.રાજ્યની રેપિડ રિસ્પોન્સ ટીમ ના અધિકારી અને બી જે મેડીકલ કૉલેજ ના મેડીસીન વિભાગ ના વડા ડૉ કમલેશ ઉપાધ્યાય દ્વારા કોરોના વાયરસ ની શરૂઆત, તેના લક્ષણો, અસરો ,સારવાર, ફેલાતો અટકાવવા માટે જરૂરી પગલાં અને કરાઈ રહેલી વિગતો અંગે વિસ્તૃત સમજ આપી.અંજાર, ભચાઉ, રાપર,મુન્દ્રા અને ગાંધીધામ ના આરોગ્ય તંત્ર ના અધિકારીઓ,મેડીકલ ઑફિસર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત તબીબો ને સંબોધતાં અનુભવી એવા ડૉ કમલેશ એ જણાવ્યું કે દરેક તબીબ સ્કૂલ, કોલેજ અને મોટા કાર્યક્રમ માં જઈ બાળકો અને લોકોને વારંવાર સાબુથી હાથ ધોવાનું મહત્વ સમજાવે,દરવાજા ના હેન્ડલ કે લોકો હાથમાં છીંક ખાઈ ને વારંવાર અડતા હોય છે એને એન્ટીસેપ્ટીક થી સાફ કરવા,જાહેર માં છીંક કે ઉધરસ ના ખાવી પરંતુ રૂમાલનો ઉપયોગ કરવો કે શર્ટ ની બાંય આગળ કરી છીંક ખાવી,એક ભારતીય નાગરિક તરીકે આવા સંક્રમણ વાળા દેશમાં જઈને આવ્યા હોય તો છૂપાવવા ને બદલે સાચી હકીકત કહેવી જેથી સાવચેતી ના પગલાં લઈ શકાય. આવા લોકો એ જાહેર સ્થળોએ જવાનું ટાળવું જોઈએ.આવા શંકાસ્પદ દર્દી સાથે 2 મીટરનું અંતર રાખીને વાતચીત કરવી અને જેને લક્ષણો હોય તે જ વ્યક્તિ જો માસ્ક નો ઉપયોગ કરે તો ફેલાવો અટકાવી શકાય છે.જ્યો સેન્ટ્રલ એ.સી હોય એવા સ્થળો જેવા કે મોલ જવાનું ટાળવું જોઈએ.વુહાન કે ચીન થી આવનારા વ્યક્તિ માં લક્ષણો ના હોય તો પણ સતત 14 દિવસ સુધી મોનીટરીંગ કરવું જરૂરી છે અને આઈસોલેસન માં રહેવું જરૂરી છે.લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગ ને તાત્કાલીક જાણ કરવી, દર્દી ને અલગ આઈસોલેસન માં રાખવો,ચીન અને કોરોના વાયરસ દેખયો હોય તેવા વિસ્તારમાં જવાનું ટાળવું.દિવસ દરમિયાન રેપીડ રિસ્પોન્સ ટીમ ના સભ્યો ડૉ દિનેશ સુતરીયા, ડૉ પૂજા પરીખ, ડૉ વશિષ્ઠ, તેજલ ગોસ્વામી દ્વારા ગોપાલપુરી પોર્ટ કોલોની હોસ્પિટલની વીઝીટ કરી આઈસોલેસન વોર્ડ, સાધનો ની ઉપલબ્ધી, તૈયારી અને સ્ટાફ ને જરૂરી પગલાં અંગે વિસ્તૃત સમજ આપી તૈયાર કરવામાં આવી.આ વર્કશોપ માં ડૉ નવીન ઠક્કર, ડૉ નીતિન ઠક્કર, ડૉ નરેશ જોષી,ડૉ બલવંત ગઢવી, ડૉ રાજેશ ખત્રી અને મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા