અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રામકૃષ્ણ મહાવીર નગર ત્રણ માં રહેતા જગદીશકુમાર અરજણભાઈ પટેલ ઉંમર વર્ષ 52 એ પોતાના ગેરજ ના વ્યવસાય માટે મૂળ કનૈયાબે ના અને હાલ અંજાર રહેતા સદામ શેખ નામના વ્યાજખોર પાસેથી ૧૮ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને ૧૯ લાખ રૂપિયાથી વધુની રકમ તેમને ચુકવી દેવામાં આવી હતી તેમ છતાં વ્યાજખોર સદામ શેખ જગદીશભાઈ પટેલ ને રૂપિયા માટે હેરાન પરેશાન કરી રહ્યો છે અને બેંકના ચેક તેમજ જગદીશભાઈ પટેલ ની બાઈક અને તેમના દીકરા ગૌરવની એકટીવા પણ ગોડાઉનમાંથી ઉઠાવી ગયો છે અને અવારનવાર ઘરે આવીને મારકૂટ કરે છે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે પોલીસે ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.