બી ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે કંડલા થી ખારીરોહર જતી પેટ્રોલ-ડીઝલની પાઇપલાઇન તોડી તેમાંથી પેટ્રોલ ડિઝલની ચોરી કરવામાં આવી હતી અને તેમાં આરોપી ગની સાલે કાતીયાર સંડોવાયેલો હતો પોલીસે તેને પકડી પૂછપરછ શરૂ કરી છે તાજેતરમાં જ ખારીરોહર નજીક પાઈપલાઈનમાં કાણું પાડીને પેટ્રોલ ડિઝલની ચોરી કરવામાં આવી હતી તેમાં ફરિયાદ પણ થઇ હતી પરંતુ હજુ સુધી આરોપીઓ પકડાયા નથી ગઈકાલે પોલીસે એક આરોપીને પકડી તેની પૂછપરછ હાથ ધરી છે જેના આધારે અન્ય આરોપી પડવાની સંભાવના છે.