ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગળપાદર ભવાની નગર ના મકાન નંબર 83 માં રહેતા ધર્મેન્દ્રભાઈ મોહનલાલ રામરખીયાણી ઉંમર વર્ષ 52 અલગ અલગ પાન મસાલા ની વસ્તુઓ ભરીને ગાંધીધામમાં આવ્યા હતા અને તેમના પત્ની ઘરે હતા દરમિયાન તેમના પત્ની નો જન્મદિવસ હોવાથી દંપતિ આદિપુર હોટલમાં જમવા પહોંચ્યા હતા પાછળથી તસ્કરો એ ઘરને નિશાન ગેલેરી દિવાલ ની હવાબારી ની જાળી તોડીને ઘરની અંદર ઘુસી ને સોનાનું મંગળસૂત્ર, સોનાની પોચી, વીટી સોનાના ચેન ,પેન્ડલ, રોકડા રૂપિયા 25000 સહિત કુલ રૂપિયા બે લાખ ૬૦ હજારની માલમત્તા ચોરી કરીને લઇ ગયા હતા દંપતી ઘરે પરત ફરતા ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો આ અંગે મકાનમાલિકે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.