રામપર ની જમીન પચાવી પાડવા ખોટા દસ્તાવેજો ઉભા કરનાર ૪ સામે ફરિયાદ

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મૂળ આધોઇ ના સેક્ટર-3 માં રહેતા અને હાલ મુંબઈ રહેતા કપડાના વેપારી જયંતીભાઈ વિશનજી ગીદરા ની રામપર ની સીમમાં આવેલી જમીન પચાવી પાડવા માટે ભગવાનજી ભચુ ગીદરા, અમૃત ભચુ ગીદરા, રસિક ભચુ ગીદરા, અને પ્રકાશ ભચુ ગીદરા રહેતા તમામ હલરા એ ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટી સહી કરી ખોટું રેકોર્ડ ઊભું કરીને મામલતદાર કચેરીમાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઠગાઈ કરી છે આ અંગે જયંતીભાઈ ગીદરા એ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.