બજારમાં ભરબપોરે ટાઉનહોલ જેવા ધમધમતા વિસ્તારમાં બનેલા લૂંટના બનાવે ચકચાર સાથે સનસનાટી સર્જી છે. મૂળ યુપીના અને હાલે વરસામેડી અંજાર મધ્યે કામ કરતો ૨૭ વર્ષીય યુવાન કામદાર ધીરજ બનવારીલાલ ચૌહાણ એટીએમ માંથી ૭ હજાર રૂપિયા ઉપાડી ટાઉનહોલ પાસેથી પગપાળા જઈ રહ્યો હતો ત્યારે લૂંટનો આ બનાવ બન્યો હતો. પહેલા એક બાઇક ઉપર આવેલા બે શખ્સોએ ધીરજને એટીએમ કયાં છે એવું પૂછતાં તેણે તેમને એડ્રેસ આપ્યું હતું. પણ, તે વચ્ચે અચાનક બે પૈકીના એક શખ્સે તેનું ગળું પકડી ધકબુશટ કરી હતી, તો બીજા શખ્સએ તેના ખિસ્સામાંથી ૯ હજાર રૂપિયા અને ૫ હજારનો મોબાઈલ કાઢી લીધો હતો. ત્યારે જ ત્યાં બીજી બાઇક ઉપર આવેલા અન્ય શખ્સ સાથે ત્રણેય જણા નાસી છૂટ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે