રાપર નજીક બીએસએફએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન એક પાકિસ્તાની ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર કરાચીના ભુટ્ટો કોલોનીમાં રહેતા અહેમદ સોએબ દિલાવર ખાન (ઉ.વ. ૩૮)ને પકડીને પૂછપરછ કરાઈ હતી ખડીર પી.એસ.આઇ બી.જે. પરમારે જણાવ્યું હતું કે, અહમદ શોએબ દિલવારખાન પાકિસ્તાની નાગરિક છે તેમને બોર્ડર સિક્યુરીટી ફોર્સ ઝડપી પાડયો હતો અને ખડીર પોલીસને સોંપ્યો છે ભૂખના કારણે બોર્ડર ક્રોસ કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે. પ્રાથમિક તપાસ બાદ વધુ તપાસ કરશે ભુજ જે આઈસીસી જોઈન્ટ ઈન્ટ્રોગેશન સેન્ટર લઈ જવામાં આવશે તેમ સૂત્રોએ જ્ણાવ્યું હતું.