ભારતભરની સહકારી બેન્કો સારા બેન્કિંગ માપદંડો સાથે પ્રગતિ કરી આગળ આવે અને પ્રોત્સાહિત થાય તે માટે દર વર્ષે ‘બેંકો પુરષ્કાર’નું આયોજન કરવામાં આવે છે. જેમાં ભારતભરની સહકારી બેંકોમાં ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્કને નાની સાઈઝની સહકારી બેંકોના વર્ગમાં વર્ષ ૨૦૧૯ માટેનો નંબર ૧ બેંકો પુરષ્કાર તાજેતરમાં ગોવા ખાતે બેંકના ઇન્ચાર્જ ચેરમેન રશ્મી પંડ્યા, પાસ્ટ ચેરપર્સન નિલા ચોકસી, ડાયરેકટર ચેતન મેહતા, અને જનરલ મેનેજર સીએ સ્મીત મોરબીઆને ૫૦૦થી વધુ સહકારી બેન્કોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો. સાથે સાથે હાઈટેક ટેકનોલોજી અપગ્રેડેશન એવોર્ડમાં ગુજરાતમાં નંબર ૧ અને ભારતમાં બીજા નંબરનો એવાર્ડ પણ ભુજ મર્કેન્ટાઈલ બેન્કને એનાયત કરવામાં આવ્યો હતો.બેન્કિંગ સેકટરમાં રેકોર્ડ વાર્ષિક બિઝનેસ ગ્રોથ ૩૬ ટકા ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્કે (બીએમસીબી) ગત વર્ષે હાંસલ કરેલ છે.આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ એકઝીકયુટીવ અશોક નાયક, શાંતારામ ભાલેરાવ, તથા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના સ્ટેચ્યુટરી ઓડિટર્સ શરદ ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. જજીસ તરીકેની મુશ્કેલ કામગિરી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ જનરલ મેનેજર અવિનાશ જોષી અને ટીમે પાર પાડી હતી.આ પ્રસંગે બેન્કના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબીઆએ શુભેચ્છા સાથે જણાવ્યું હતું કે ભુજ મર્કેન્ટાઈલ કો-ઓપ. બેન્ક (બીએમસીબી) હાલ સિલ્વર જયુબિલી વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ બેન્કમાં તમામ ખાતેદારોની થાપણો હવેથી રૂપિયા ૫ લાખના વીમાથી સુરક્ષિત છે. તથા ચાલુ વર્ષે વિરમગામ બેન્ક અને મુંબઈ સ્થિત કચ્છ કો-ઓપ. બેન્કનો વિલય કરી બીએમસીબી બેન્ક મલ્ટીસ્ટેટ બેન્ક બનીને ઉત્ત્।રોત્ત્તર પ્રગતિ કરશે તે ચોક્કસ છે.