કચ્છના દરિયા સરહદેથી ભારતમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઘુસાડવાના આરોપીને એટીએસ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરતા નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.કચ્છની આંતરરાષ્ટ્રીય જળ સીમાએથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલો મુનાફ અબ્દુલ મજીદ હાલારીને એટીએસ દ્વારા મુંબઈ એરપોર્ટ પરથી વિદેશમાં જતાં પહેલાં જ ઝડપી પાડયો હતો.એટીએસ દ્વારા આરોપીને ભુજની અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે આગામી ૨૦ ફેબ્રુઆરી સુધીના નવ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ડ્રગ્સ કાંડના આરોપીના રિમાન્ડ મંજૂર થતાં એટીએસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ડ્રગ્સ કૌભાંડની અનેક કડીઓ મેળવવામાં આવશે.કચ્છની દરિયાઈ માર્ગે કેફી દ્રવ્યનો આશરે 175 કરોડનો જથ્થો ઝડપાયો હતો ત્યારે વિવિધ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી અને આ કૌભાંડની તપાસમાં જોતરાઈ હતી દરમિયાન એટીએસને મુંબઈ એરપોર્ટ પરથી આ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ સમયમાં એટીએસ દ્વારા આરોપી મુનાફ હાલારીની સઘન પૂછપરછ કરવામાં આવશે.