ભચાઉમાં રેલવે ફાટક નજીક રહેતા મહિલા પાણીના ટાંકામાં પડી જતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રેલવે ફાટક નજીક પાર્શ્વ પેલેસ પ્લેટમાં રહેતા જીગ્નનાસાબેન મહેશકુમાર મહેતા ઉંમર વર્ષ 45 પોતાના ઘરે પાણીના ટાંકામાં પડી જતાં ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું ભોગ બનનાર માનસિક રીતે બીમાર હોય તેમની દવા ચાલુ હતી દરમિયાન આ બનાવ બન્યો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.