કેરા એચ.જે.ડી. એન્જીનિયરીંગ કોલેજમાં નવમો મહોત્સવ “વેંક્વીશ-૨૦૨૦” ઉજવવામાં આવ્યો

કેરા ની એચ. જે. ડી. એન્જીનિયરીંગ કોલેજમાં શિક્ષણની સાથે ઇતર પ્રવ્ત્તિઓને પણ સરખું મહત્વ આપવામાં આવે છે. તેના ભાગ રૂપે તા. ૦૮/૦૨/૨૦૨૦ થી ૧૧/૦૨/૨૦૨૦ દરમ્યાન રમત ગમત નો નવમો મહોત્સવ “વેંક્વીશ-૨૦૨૦” ઉજવવામાં આવ્યો હતો. સંસ્થા હાલ ૧૦ વર્ષ પુર્ણ કરવા જઇ રહી છે તેના ભાગરૂપે વિવિધ ઉત્સવ મનાવી રહી છે. આ રમતોત્સવમાં ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટબોલ, ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, હેંડ્બોલ, એથ્લેટીક્સ, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ અને આર્મ રેસલીંગ જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. જેમા સંસ્થાના કુલ ૯૫૦ જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. આ ત્રણ દિવસ દરમ્યાન બધીજ સ્પર્ધાઓ ખુબજ ખેલદિલ્લીપૂર્વક રમાડવામાં આવેલ. મહોત્સવના ત્રીજા દિવસે સ્પર્ધામાં ખુબજ સુંદર પ્રદર્શન કરી વિજેતા બનનાર સર્વે વિદ્યાર્થેઓ, વિદ્યાર્થીનીઓ તથા ટીમોને ટ્રોફી અને મેડલથી બિરદાવવામાં આવ્યા હતા. સ્પર્ધાનું આયોજન ખુબ સારી રીતે થયુ તે બદલ સંસ્થાના ચેરમેન ડૉ. જગદિશ હાલાઇ અને ઇન્સ્ટીટ્યુટ કોઓડીનેટર ડૉ. રસીલા હિરાણી એ સંસ્થા તથા સર્વે ભાગ લેનારનો આભાર વ્યક્ત કર્યો હતો તથા ભવિષ્યમાં આવુ આયોજન કરતા રહેવા અપીલ કરી હતી. આ સમગ્ર રમતોત્સવનુ આયોજન સંસ્થાની સ્પોર્ટ્સ કમિટી દ્વારા સફળતા પુર્વક કરવામાં આવેલ હતુ.