માઘસ્નાન વ્રતની પૂર્ણાહુતિની સાથે અંજારમાં શ્રી ધણીમાતગં દેવ જન્મજયંતીની ઉજવણી

મહેશપંથી મહેશ્ર્વરી સંપ્રદાયના ઈષ્ટ્રદેવશ્રી ધણીમાતંગદેવની જન્મજયંતી તથા પવિત્ર માઘમાસમાં માઘસ્નાન વ્રતધારીઓના પૂર્ણાહુતિ કાર્યક્રમ અંજાર મહેશ્ર્વરી સમાજ દ્રારા હર્ષેાલ્લાસ, ધામધૂમથી ઉજવવામાં આવશે. માઘસ્નાનમાં માઘસ્નાન વ્રતધારીઓને વહેલી સવારના ત્રણ વાગ્યે ઉઠી સફેદ વક્રમાં ઠંડાપાણીથી સ્નાન કરવા જવું પડે છે. ત્યાંથી ભીના વક્રોથી મૌનવ્રત ધારણ કરી શ્રી ગણેશદેવની પૂજા કરવામાં આવે છે. પોષવદ ચોથના પ્રથમ માઘસ્નાનની શરૂઆત થાય છે. જયારે પૂર્ણાહુતિ મહાવદ ચોથના રોજ કરવામાં આવે છે. એક માસ દરમિયાન તમામ માઘસ્નાન વ્રતધારીઓને સમૂહમાં રહેવાનો હોય છે તથા દાદાની પૂજા અર્ચના, બ્રહ્મચર્ય પાળવાનો, પગમાં ચંપલ ન પહેરવી, વ્યસનમુકત વગેરે ટેક પાળવાની હોય છે.અંજારના ધર્મગુરૂ ખીમજીભાઈ ધનજીભાઈ માતંગ, હરમઈસરના સાનિધ્યમાં અંજાર મહેશ્ર્વરી સમાજના પંદર માઘસ્નાન વ્રતધારીઓ આ ટેકનું પાલન કરી રહ્યા છે. નાનજીભાઈ આત્મારામ હિંગણાના મુખ્યપદ હેઠળ લાલજીભાઈ ધનજીભાઈ ડુંગળીયા, મયુર આતુભાઈ પારીયા, સુરેશ હરીભાઈ ધુઆ, લાલજી નારણભાઈ બાળા, શિવજી વાલજી જંજક (રિસિ), ભાણજી ધનજીભાઈ કોચરા, નીતિન દેવરીયા, પ્રવિણ નાગશીપોત્રા, નરેશ મનજીભાઈ માંગલીયા, પ્રેમ શામજીભાઈ માતગં (લાલણ), વિજય પચાણભાઈ માતગં (મતીયા), ભરત કમલેશભાઈ દેવરીયા, સન્ની બળગા, સાગર આત્મારામભાઈ આયડીએ માઘસ્નાનનું વ્રત ધારણ કરેલ છે.ગત તા.૧૧ને મંગળવારના રોજ રાત્રીના ૯ કલાકે શ્રી ગણેશ મંદિર મહેશ્ર્વરીવાસ વોર્ડ નં.૭ અંજાર મધ્યે જ્ઞાનશાક્રનો કથન કરવામાં આવશે. ત્યારબાદ સવારના ૧૦ કલાકેથી ગણેશદેવ મંદિરેથી શોભાયાત્રાનો પ્રસ્થાન થશે જે અંજાર શહેરના મુખ્યમાર્ગ પરથી પસાર થઈ બપોરના મામૈદેવ બગથડા મંદિર ધર્મસભામાં ફેરવાશે ત્યારબાદ ત્યાં સમાજનો સમૂહપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના પ્રમુખ ખીમજી પાલુભાઈ સિંધવ, ઉપપ્રમુખ ખમુભાઈ કે. માતંગ, હીરજીભાઈ દેશરભાઈ નોરીયા, ડાયાલાલ કેશવજી બળગા, મહામંત્રી હિરજીભાઈ દેવજીભાઈ નોરીયા, મંત્રી લાલજીભાઈ વેલજીભાઈ બળગા, સન્ની આતુભાઈ દુગડીયા, સહમંત્રી મંગલજી દેવરાજ ઢેરા, ખજાનચી ગોપાલ પચાણ કોચરા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે