કચ્છનાં કલા વારસા કચ્છી ભુંગાઓની વિશેષતાથી અવગત થતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીઃ

કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા માન. રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બીજા દિવસે ધોરડોમાં ટેન્ટ સિટી નજીક ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગેટ વે ઓફ રણ રિસોર્ટની મુલાકાત લઇ કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે થઇ રહેલા વિકાસ કાર્યો અંગે માહિતગાર થયા હતા. ગેટ વે ઓફ રણ રિસોર્ટના મુલાકાત વેળાએ ધોરડો ગામના સરપંચ શ્રી મીયાં હુસૈન દ્વારા કચ્છી શાલ ઓઢાડી રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરાયું હતું. સરપંચશ્રી એ ગેટ વે ટુ રણ રિસોર્ટ ની શરૂઆતથી અત્યાર સુધીના વિકાસ કાર્યો અંગે માહિતગાર કરાયા હતા. અકીલા પ્રવાસીઓ માટે રિસોર્ટમાં ઓનલાઇન બુકીંગ, રજવાડી એ.સી. કોન્ફરન્સ હોલ અંગે રસપૂર્વક જાણકારી મેળવીને તમામ સુવિધાઓથી માહિતગાર થયા હતા. રાજયપાલશ્રીએ રણ રિસોર્ટની મુલાકાત વેળાએ સ્થાનિક કચ્છી લોક કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ લોકસંગીત માણવાનો પણ લ્હાવો લીધો હતો. કચ્છી લોકવાદ્ય મોરચંગ વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી આ વાદ્ય કઇ રીતે વાગે છે અને તેની વિશેષતા અંગે પૂછપરછ કરી હતી. ગેટવે ઓફ રણ રિસોર્ટ ની મુલાકાત બાદ રાજયપાલશ્રી એ ધોરડો ગામની મુલાકાત લીધી હતી જયાં ધોરડો ગામના શાળાના બાળકોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું. ડિજીટલ સુવિધાઓથી સજ્જ ધોરડો ગામમાં કચ્છી ભૂંગાઓ, બેન્ક, વીજળી, પાણી, એટીએમ, ૪જી ટાવર સહિતની સુવિધાઓ હોવાથી ગામનો વિકાસ પ્રવાસનના કારણે થયો હોવાનું સરપંચશ્રીએ જણાવ્યું હતું. ધોરડોની મુલાકાત બાદ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ભુજ જવા માટે નીકળ્યા હતા. ગુજરાતના રાજયપાલ નામદાર આચાર્યશ્રી દેવવ્રત જીએ આજે તેમની ત્રિદિવસીય ભુજ મુલાકાત દરમિયાન અજરખપુર ગામ ખાતે આવેલા લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટરની મુલાકાત લીધી હતી અને કચ્છી કલાના વિવિધ વારસાથી તેઓ અભિભૂત થયા હતા.ભુજની જાણીતી સંસ્થા સૃજન દ્વારા અજરખપુર ગામે બનાવાયેલા એલ એલ ડી સી ખાતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી મહેશ ગોસ્વામીએ રાજયપાલશ્રીને સંસ્થાની સમગ્ર પ્રવૃત્ત્િ।ઓથી અવગત કરાવ્યા હતા.રાજયપાલશ્રીએ એલએ મુલાકાત દરમિયાન ગેલેરી, library, study room અને ઓડિટોરિયમની મુલાકાત લીધી હતી જયાં રાજયપાલશ્રીએ કચ્છી કલાનું પ્રદર્શન કરતાં વિવિધ પ્રદર્શનો અને ટૂંકી ડોકયુમેન્ટ્રી રસપૂર્વક નિહાળી હતી. કચ્છના કારીગરોએ તેમની કલાનું જીવંત દર્શન રાજયપાલ સમક્ષ કર્યું હતું. આ પ્રસંગે કચ્છ જિલ્લાની જુદી જુદી ૧૨ કોમના લોકોની ખાસિયત સમી વિવિધ ભરતકામને રજુ કરતી પેનલો રાજયપાલશ્રી સમક્ષ રજૂ કરાઈ હતી.અજરખપુર ગામે આવેલ ઈસ્માઈલ મોહમ્મદ ખત્રીના ક્રાફ્ટ સ્ટુડિયોની પણ રાજયપાલશ્રીએ સહ પરિવાર મુલાકાત લીધી હતી અને તેમના દ્વારા ગ્રામ્ય નાગરિકોને રોજગારી પૂરી પાડવા માટે કરાઈ રહેલા પ્રયાસોની સરાહના કરી હતી કચ્છના ભાતીગળ લોક જીવનને રજૂ કરતા આ મ્યુઝિયમ થી રાજયપાલશ્રી ખૂબ પ્રભાવિત થયા હતા અને સુઝન સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.રાજયપાલશ્રીની મુલાકાત વખતે પ્રાંત અધિકારી શ્રી એસ એમ કાથડ સૃજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શ્રી પ્રીતિ શ્રોફ રાજુ ભટ્ટ મહેશ ગોસ્વામી તથા કચ્છી કલાના કલાકારો અને રાજયપાલશ્રીના પરિજનો સામેલ થયા હતા.