માંડવી બીચ ફેસ્ટિવલ નું ભવ્ય આયોજન..

જ્યારે કચ્છના રણમાં સફેદ રણ ખાતે ૨ દિવસ માટે ઉજવવામાં આવતા રણ ઉત્સવ આજે ૧૦૦ દિવસ કરતાં પણ વધારે દિવસ માટે ઉજવવામાં આવે છે . જેમાં દર વર્ષે ટેન્ટ સિટી બનાવવામાં આવે છે . ટેન્ટ સિટીની સ્થાપનાથી રોજગાર સર્જન , આજીવિકાના સ્રોત , સારી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક સ્તરે ખૂબ જ ફાયદાઓ થયા છે .રણ ઉત્સવની સફળતાને જોતા , માંડવી કચ્છમાં પણ ધોરડો ખાતે ઉજવવામાં આવતા રણ ઉત્સવ ની જેમ થીમ આધારિત મહોત્સવ ઉજવવા અને બીચ વિકસાવવા તારીખ 13 ફેબ્રુઆરીથી શરૂ કરીને 2 મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે જેમાં ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી રહ્યું છે . હાલમાં માંડવીમાં કુલ 55 ટેન્ટ બનવાવમાં આવી રહેલ છે . જેમાં 15 AC પ્રિમિયમ , 5 મીની દરબારી , 15 AC ડિલક્ષ , અને 20 નોના એસી ડિલક્ષ ટેન્ટનું આયોજન છે . માંડવી એક બંદર નગર છે , પરંતુ દરિયાકિનારા અને સમૃદ્ધ અને શાહી વારસો તેને પર્યટક સ્થળ બનાવે છે . માંડવી બીચ પ્રદેશનું મુખ્ય આકર્ષણ છે , ગયા વર્ષના આંકડા મુજબ , માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે અને વાર્ષિક રૂ . ૨.૦૦ લાખથી . વધુ પ્રવાસીઓ આવી રહ્યા છે માંડવી બીચ ફેસ્ટિવલ થકી વિવિધ પર્યટન પ્રવૃત્તિઓ – સંસ્કૃતિ ઉત્સાહીઓ , અંતરિયાળ પ્રવાસીઓ , શહેરી રહેવાસીઓ , વગેરે આકર્ષિત કરવાની સંભાવના દેશના શ્રેષ્ઠ બીચ સાથે ઈવેન્ટના કારણે સામાન્ય રીતે અને ખાસ કરીને શહેરમાં પ્રવાસનને આકર્ષવામાં મદદ મળી શકે છે .તથા સ્થાનિક લોકો માટે રોજગાર અને આવક પેદા કરવાની તકો પણ છે સાથેજ મનોરંજન , સાહસ અને બાકી સુવિધાઓથી માંડવીમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવામાં સફળતા મળશે . આ ફેસ્ટિવલ રાજ્ય સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે કે જેમાં ગુજરાતમાં પર્યટન સંભવિતતાનો ઉપયોગ કરવામાં આવે . કચ્છના માંડવી જેવું સ્થાન કેરળ અને ગોવાના સ્થાને વિકસિત થઈ શકે છે .