યુપીના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 13 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 31 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ફિરોઝાબાદ ઇટાવા નજીક આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર રાત્રે બની હતી.રાતના સમયે એક ખાનગી ડબલ-ડેકર બસએ રસ્તા પર પાર્ક કરેલા 22-વ્હીલના ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ટ્રકમાં પંચર હોવાથી તેને પાર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે બસ પાછળથી ટ્રક સાથે ટકરાઈ હતી. કારણે રસ્તાની બાજુમાં ઉભો હતો.આ બસમાં 40થી વધારે મુસાફરો હતા. જેમાંથી 13ના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.