સારો વરસાદ અને તીવ્ર ઠંડીના કારણે કચ્છમાં ઘંઉનું ઉત્પાદન વધારે થયું: ટુકડી ઘંઉની માંગ વધુ

સારા વરસાદના કારણે નાના-મોટા તળાવો-ડેમોમાં વરસાદી પાલર પાણી ભરાઈ જતાં હાલમાં હજારો હેકટર જમીનમાં ઘંઉનો પાક લગભગ તૈયાર થઈને લહેરાઈ રહ્યો છે. તો બીજી બાજુ માંડવીના કાંઠાડ પટ્ટી વિસ્તારમાં પણ સારા વરસાદના પગલે ઘંઉનું ઉત્પાદન પુર બહારમાં જોવા મળે છે. માંડવી વિસ્તારમાં ટુકડી ઘંઉ વખણાય છે જે ખાવામાં પણ મીઠા હોય છે અને રોટલી પણ સફેદ થાય છે જેના કારણે તેની માંગ વધારે છે તે ઉપરાંત લોકવનના મતના ઘંઉનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું હતું. તો નખત્રાણા તાલુકામાં પણ સૌથી વધુ ઘંઉ અને  એરંડા તથા ધાણાનું વાવેતર કરવામાં આવ્યું છે. એકલા નેત્રા પંથકમાં ૩૦૦ એકરમાં ઘંઉનું વાવેતર થયાનું ખેડુતો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કપાસના પાકને નુકશાન થયા બાદ આ વરસે સારો વરસાદ અને રવિપાક માટે તીવ્ર ઠંડી ફાયદા રૂપ રહી હોવાનું ખેડુતો કહી રહ્યા છે. ખેતી તજજ્ઞાોના કહેવા મુજબ ૭પ ટકા જેવો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે માર્ચ-એપ્રિલ સુધી કાપણી થશે જો કે પશ્ચિમ કચ્છમાં અમુક ખેતરોમાં ઘાસચારાને વધુ પ્રોત્સાહિન અપાતા રવિપાકનના બદલે ઘાસચારાને મહત્વ આપવામાં આવ્યું છે.