મળતી માહિતી મુજબ ભુજ પ્રાંત અધિકારી સહિતનો કાફલાએ ભુજના છઠ્ઠીબારી અને સરપટ ગેટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની બે દુકાનોની આકસ્મિક તપાસ કરી હતી. જેમાં ખાતાકીય ખામી બહાર આવી હતી જે પુર્ણ તાકીદ કરવામાં આવી હતી. તો સરપટ ગેટ વિસ્તારમાં આવેલી દુકાનમાં ૧૩૦૦ કિલો અનાજનો તફાવત જોવા મળ્યો હતો. ઓનલાઈન રાશનનો જથ્થો અને હાજર સ્ટોકમાં ૬૦૨ કિલો ઘઉં અને ૬૯૯ કિલો ચોખાનો જથ્થાનો તફાવત જણાયો હતો. ભ્રષ્ટાચાર સામે આવતા આ અંગે દંડ અન ેકાયદાકીય કાર્યવાહી માટે કલેકટરને રીપોર્ટ સોંપવામાં આવ્યો છે. બીજીતરફ માધાપરમાં નવાવાસમાં સસ્તા અનાજની દુકાનો ચલાવનારા શખ્સો દ્વારા પણ મોટાપાયે માલનું બારોબાર વેંચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદ છે. ગરીબોને અનાજ ન આપીને દુકાનોમાં તગડા ભાવે વેંચી નાખવામાં આવે છે ત્યારે ભુજથી બહાર નીકળીને અધિકારીઓ અહીંની દુકાનોમાં તપાસ કરે તેવી માંગણી ઉઠી છે.