ભુજના રસ્તાઓ પર આજે ૧૦ વિન્ટેજ કાર જોઈને શહેરવાસીઓમાં મોંઢામાં આંગળા નાખી ગયા હતા. અત્યારસુધી ચિત્રોમાં જોયેલી કારને નજર સામે જોઈને લોકો રોમાંચિત થઈ ઉઠયા હતા. વિદેશી પ્રવાસીઓ રાજાશાહી સમયની કારના કાફલા સાથે ભારત ભ્રમણે નીકળ્યા છે. ત્યારે આજે તેઓ ભુજ આવી પહોંચ્યા હતા.ભુજના રણજીત વિલાસ પેલેસમાં વિન્ટેજ કારનો જમાવડો થતા લોકો કુતુહલ સાથે જોવા ઉમટી પડયા હતા. શાળાના બાળકોએ પણ જુના જમાનાની વિવિધ મોડેલની કારોને જોઈને આંનદ વ્યકત કર્યો હતો. વિદેશી પર્યટકોનું સ્વાગત કરાયા બાદ આવકાર અપાયો હતો. ૧૦થી વધુ ગાડીઓ સાથે ભારત ભ્રમણ નીકળેલા વિદેશી પર્યટકોની આ ટીમે દિલ્હી, આગ્રા, વડોદરા, ઉદયપુર સહિતના સ્થળે ફરીને કચ્છ પહોંચી છે. જિલ્લામાં તેઓએ આડેસર નજીક નાંદા બેટમાં રણ, મીંઠુ, સુરખાબ પક્ષી વગેરેની મોજ માણી હતી. મોંઘીદાટ આ કાર વિશે લોકોને પરિચિત કરવાન હેતુથી શરૂ કરાયેલી આ યાત્રા અંતર્ગત ભુજ બાદ આ ટીમ માંડવી વિજયવિલાસ પેલેસ જશે. ત્યાંથી મોરબી, રાજકોટ થઈ સૌરાષ્ટ્ર ભ્રમણ કરશે. આ કાફલામાં અમેરીકા, યુરોપ, ઓસ્ટ્રેલિયાથી લોકો જોડાયા છે.