Skip to content
ભુજ તાલુકાના અટલનગર (ચપરેડી) ગામે જાહેરમાં જુગાર રમી નાણાંને ગજવાની અંદર-બહાર કરતાં 14 ખેલીઓ પોલીસની ઝપટે ચઢી ગયાં છે.બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલા પધ્ધરના પીએસઆઈ યુવરાજસિંહ પી. જાડેજાએ શુક્રવારે બપોરે અટલનગરના ગરબી ચોકમાં ચાની દુકાન પાસે જાહેરમાં તીનપત્તી ટીંચતા 14 જણને ઝડપ્યાં હતા. દરોડામાં પોલીસે સ્થળ પરથી 40 હજાર 260 રૂપિયાની રોકડ અને 13 હજારની કિંમતના 9 મોબાઈલ ફોન મળી 53 હજાર 260નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.ઝડપેલાં ખેલીઓ અટલનગર અને ચપરેડીના છે. :-(1) દામજી કારાભાઈ ગાગલ (ઉ.વ.39, અટલનગર) (2) રણછોડભાઈ વાલજીભાઈ કેરાસીયા (ઉ.વ.40, અટલનગર) (3) રમેશભાઈ વાલજીભાઈ કેરાસીયા (ઉ.વ.37, અટલનગર) (4) કાનજીભાઈ નારણભાઈ કેરાસીયા (ઉ.વ.50, અટલનગર) (5) હિરાભાઈ નારણભાઈ ગાગલ (ઉ.વ.32, અટલનગર) (6) મનસુખભાઈ ધનજીભાઈ ગાગલ (ઉ.વ.34, ચપરેડી) (7) રામજી ભચુભાઈ કેરાસીયા (ઉ.વ.29, અટલનગર) (8) અશોકભાઈ શામજીભાઈ ગાગલ (ઉ.વ.34, અટલનગર) (9) પ્રેમજીભાઈ રાણાભાઈ ગાગલ (ઉ.વ.40, અટલનગર) (10) પ્રેમજીભાઈ ભંગુભાઈ કેરાસીયા (ઉ.વ.40, અટલનગર) (11) ભચુભાઈ રામજીભાઈ ગાગલ (ઉ.વ.50, અટલનગર) (12) દામજીભાઈ સવાભાઈ ગાગલ (ઉ.વ.38, અટલનગર) (13) ઈશાભાઈ ઈબ્રાહિમભાઈ બાંઠા (ઉ.વ.40, અટલનગર) (14) ગોપાલભાઈ કરસનભાઈ વાણિયા (ઉ.વ.48, અટલનગર) વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે