કીડિયાનગરમાં આધેડ ઉપર લોખંડના પાઈપથી હુમલો

download

આડેસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કીડિયાનગરમાં રહેતા કમાભાઈ દજાભાઇ સોલંકી ઉંમર વર્ષ 48 એ પોતાના ઘરની બહાર મોબાઈલ ફોન ઉપર ગીત વગાડી રહેલા પ્રવીણ ગણેશ ચાવડાને જોર જોરથી ગીતો વગાડવાની ના પાડતા આરોપી પ્રવિણ ચાવડા ઉશ્કેરાઇને કમાભાઈ સોલંકી ઉપર લોખંડના પાઈપથી હુમલો કરી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ અંગે ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે