ગાંધીધામ ખાતે પેટ્રોલિયમ પાઇપલાઇન્સની સુરક્ષા અંગે સંકલન બેઠક મળી

image_1583208987

ઇન્ડિયન ઑયલ કૉર્પોરેશન લી. મુન્દ્રા દ્વારા ગુજરાત પોલીસના સહયોગથી ગાંધીધામ ખાતે ક્રોસ કન્ટ્રી પેટ્રોલિયમ પાઇપલાઇન્સની સુરક્ષા અંગે સંકલન બેઠકનું આયોજન કરાયું હતું.આ બેઠક બોર્ડર રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમા સૌરભ તોલમ્બિયા એસપી પશ્ચિમ કચ્છ, કુ. પરીક્ષિત રાઠોડ એસપી પૂર્વ કચ્છ, અક્ષયરાજ મકવાણા એસપી પાટણ, તરુણ દુગ્ગલ એસપી બનાસકાંઠા સાથે જે વિસ્તારમાંથી પાઇપલાઇનો પસાર થઈ રહી છે. તે વિસ્તારના ડીવાય. એસ.પી. અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ હાજર રહ્યા હતા.ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ અને હિન્દુસ્તાન મિત્તલ એનર્જી લિમિટેડ જેવા ઉદ્યોગોના અન્ય સભ્યોના સહભાગીઓ સાથે આ વિચારણા ફળદાયી અને ઊંડાણપૂર્વકની રહી હતી.આ બેઠકમાં બોર્ડર રેન્જના આઇજીપી સુભાષ ત્રિવેદીએ તેમના વક્ત​વ્યમાં તમામ સંબંધિતોને રાષ્ટ્રના આર્થિક વિકાસમા મહત્વની એવી રેંજમાંથી પસાર થતી તમામ પેટ્રોલિયમ પાઇપલાઇન્સની સુરક્ષા અને સલામતી માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપી છે.આઇઓસીએલ ના મુખ્ય જનરલ મેનેજર જીવકુમાર કનોજિયાઅને અશોક જાંબુર પણ આ વિચાર-વિમર્શમાં ભાગ લીધો હતો. આલોક સાહુ, જનરલ મેનેજર આઇઓસીએલ મુન્દ્રાએ ટીમના સભ્યો સાથે મળીને કાર્યક્રમનું સ સંચાલન કર્યું હતું.ચર્ચા-વિચારણા દરમિયાન પેટ્રોલિયમ મીનરલ પાઇપલાઇન અધિનિયમની તથા દંડની જોગવાઈઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેલ ચોરી ને લગતા કેસ વિશ્લેષણ, પાઇપલાઇન માર્ગ પર અતિક્રમણ તથા આફત સમયે કરતી કામગીરી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી